‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ 182 ધારાસભ્યોએ પદ અને ગોપનિયતાના સોગંદ લીધાં હતા. જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. જ્યારે જીજ્ઞેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે પણ શપધ લીધા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે ‘પદ્માવત’ ફિલ્મ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘પદ્માવત’ ફિલ્મ પર સરકારનો પ્રતિબંધ છે એવી મુખ્યમંત્રીએ 3 વખત જાહેરાત કરી છે. ફિલ્મ રિલીઝ કરવા પોલીસ પ્રોટેક્શનની વાત કેમ કરવામાં આવે છે.
અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ અવાજ ઉઠાવશે. આ વિરોધની રાજનીતિ નહીં પ્રજાલક્ષી કાર્ય હશે. વિકાસ કાર્યને ઉજાગર કરવાની નીતિ રહેશે.
આ ઉપરાંત જમીનોના કબ્જા મળે તે માટે 14 એપ્રિલે આંદોલન કરીશું. 14 એપ્રિલે સામખિયાળી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. ચક્કાજામ કરી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવશે.
વડનગર સામે વડગામનું વિકાસ મોડેલ ઉભું કરીશું. વડગામમાં તમામ ક્ષેત્રના નિષ્ણાંતોને ઉતારીશ. સરકાર દ્વારા દલિતોને હજારો એકર જમીન કાગળ પર જ ફાળવવામાં આવી છે. આ અંગે સરકારનો જવાબ માંગવામાં આવશે. જરૂર પડશે તો આંદોલન પણ ચલાવવામાં આવશે તેવું જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું.
શપથ લીધા બાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું બંધારણને વફાદાર રહીશ. સમજવાદનો વિચાર હાસિયામાં ધકેલાઈ ગયો છે. ગુજરાતનું વિકાસ મોડેલ બંધારણ સાથે સુસંગત નથી.
શપથ લીધાં બાદ કોંગ્રેસી નેતાઓએ નિવેદન આપતાં પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. વડગામ બેઠકથી પરથી જીત મેળવ્યા બાદ જિગ્નેશ મેવાણી આજે શપથ લીધા હતા ત્યાર બાદ હુંકાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે અલ્પેશ ઠાકોરે પ્રજાલક્ષી કાર્ય કરશે અને સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરાશે તેમ કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -