ગુજરાતનાં પ્રધાન રોકાયાં છે તે હોટલમાં લાગી આગ, માંડ માંડ બચ્યાં, જાણો કોણ છે આ પ્રધાન?
આ કોન્ફરન્સમાં વિશ્વભરના શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાના છે. મંગળવારે ગુજરાતન વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી 179 ઘારાસભ્યોએ શપથ લીધા હતા. વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે હોવાથી તેમણે શપથગ્રહણ કર્યા ન હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિભાવરીબેન દવેનો સંપર્ક કરીને તેમના ખબર અંતર પૂછ્યાં હતાં. સેન્ટ્રલ લંડન ખાતે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સ તારીખ 21 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 25 જાન્યુઆરી સુધી ચાલવાની છે. આ પરિષદમાં ભાગ લેવા માટે ગુજરાતના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ગયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, હોટલની આગમાં વિભાવરીબેન દવેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ સળગી ગયા હોવાથી આ અંગેની નવી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમણે તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી તથા હાઇકમિશનરને જાણ કરીને તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતનાં રાજ્ય કક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લંડન ગયાં છે. ગુજરાતમાંથી લંડન ગયેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સેન્ટ્રલ લંડનમાં બનેલી એક આગની ઘટનામાં માંડ માંડ બચ્યાં હતાં.
વિભાવરીબેન લંડન ખાતેની અંબા પટેલ ચેરીંગ હોટલ ખાતે રોકાયા હતા. આ હોટલમાં અચાનક આગ લાગી હતી અને પછી ગેસ ગળતર થતાં મોટો ખતરો પેદા થયો હતો. જો કે હોટલના વહીવટી તંત્રે સમયસૂકતા વાપરીને તેમને તાત્કાલિક અસરથી અન્ય હોટલમાં શિફ્ટ કરી દીધાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -