રાજ્યસભાની ચૂંટણી જીત્યાબાદ અહમદ પટેલે શું કહ્યું, જાણો ભાજપ પર કેવા કર્યા પ્રહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2017 08:23 AM (IST)
1
અહમદ પટેલની જીતની જાહેરાત કૉંગ્રેસ પાર્ટીએ તેમના ઑફિસિયલ ટ્વિટર પેજ પર કરી હતી. આ જીત બાદ અહમદ પટેલે પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું કે, ‘સત્યમેવ જયતે’. તેમના આગલા ટ્વિટમાં અહમદ પટેલે લખ્યું કે આ ‘માત્ર મારી જીત નથી આ ધનબળ, બાહુબળ અને રાજ્ય સરકારની મશીનરીના દુરુપયોગની આકરી હાર છે’.
2
પત્રકારો સાથે વાતચીતમાં અહેમદ પટેલે કહ્યું કે. હુ દરેક ધારાસભ્યને ધન્યવાદ આપવા માંગુ છું જેમણે ધમકી અને ભાજપના દબાણ છતા મારા માટે મતદાન કર્યું.
3
નવી દિલ્લી: ભાજપની તરફથી બિછાવવામાં આવેલી રાજનિતિક ચાલને પાર કરતા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા છે. ચૂંટણી પંચ તરફથી સત્તાવાર જાહેરત કરવામાં આવી કે, અહમદ પટેલ 44 મતથી જીતી ગયા છે અને અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીને 46 મત મળ્યા છે તથા બંળવંત સિંહ રાજપૂતને 38 મત મળ્યા છે.