ભાજપને તગડો ઝટકો આપતા અહમદ પટેલ ગુજરાતથી રાજ્યસભા ચૂંટણી જીત્યા, જાણો કેટલા મત મળ્યા
રૂપાણીએ જણાવ્યું કે, બળવંત સિંહ અને અહમદ પટેલ વચ્ચે માત્ર અડધા મતનો તફાવત છે, અમારા 2 ધારાસભ્યોએ શક્તિસિંહને પોતાનો વોટ બતાવ્યો છે, આમ આ 2 ધારાસભ્યોના વોટ ગણીએ તો અમે દોઢ વોટથી જીત્યા છીએ. અમે ચૂંટણી પંચના નિર્ણય સાથે સહમત નથી અને કાયદાકીય કાર્યવાહી કરીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે જ્યારે કોઇ વ્યક્તિ વિજયી થાય ત્યારે તેનું મોઢું મીઠુ કરાવવામાં આવે છે, પરંતુ આ જીતથી કોંગ્રેસનું મોઢું મીઠુ નહીં પણ ખારું થયું છે. આ જીત બાદ કોંગ્રેસની સ્થિતિ હવેલી લેવા જતાં ગુજરાત ખોયું તેવી છે, આવનારા દિવસોમાં કોંગ્રેસ વધારે તૂટશે.
જ્યારે બેંગ્લુરુમાં 44 ધારાસભ્યોને અમે લઇ ગયા ત્યારે એવી ચર્ચાઓ થતી હતી કે ત્યાં કોંગ્રેસના એમએલએ જલ્સાઓ કરી રહ્યાં છે, પણ બેંગ્લુરુ જવાનું મુખ્ય કારણ ભાજપ તરફથી થઇ રહેલું દબાણ હતું. ભાજપે તો મને હરાવવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને એજન્સીઓને કામે લગાડી તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્યોને તે તોડી ન શક્યા. ભાજપ એવી વાતો કરે છે કે દેશને કોંગ્રેસ મુક્ત બનાવીશું પરંતુ તેઓએ આ પરિણામો પછી એ ધ્યાન રાખવું જોઇએ કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવતા બનાવતા ક્યાંક ભાજપ મુક્ત ભારત ન બની જાય.
રાજ્યસભાની ચૂંટણીના હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ વિજય બનેલા અહમદ પટેલે પોતાની વિજયનો શ્રેય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને આપતા જણાવ્યું કે, મારી રાજકીય કારકિર્દીની અંદર સૌથી અઘરી ચૂંટણી રહી છે, ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ તેમ છતાં કોંગ્રેસના નેતાઓ એક પરિવાર બની મારો સાથ સહકાર આપ્યો. જેના કારણે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે.
આ અગાઉ કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોએ પોતાનો મત ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહને બતાવતા કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કરી સમગ્ર બાબત છેક દિલ્હી ચૂંટણીપંચ સુધી પહોંચાડી હતી. મોડી રાત્રે પંચે આ બે મત રદ ગણી મતગણતરીનો આદેશ આપ્યો હતો. જો કે ભાજપે પંચના નિર્ણયનો વિરોધ કરીને તેમણે ઉઠાવેલા વાંધાનો નિકાલ નહીં આવ્યો હોવાનું જણાવી મતગણતરી અટકાવી રાખી હતી.
ગાંધીનગરઃ રાજયસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપના અથાગ પ્રયાસ છતાં કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને ૪૪ મત મળ્યા છે. સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં એહમદભાઇના વિજયની રાત્રે પોણા બે વાગે જાહેરાત થતા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ ઝૂમી ઉઠયા હતા અને કોંગ્રેસ ઝિંદાબાદના નારાથી સ્વર્ણિમ સંકુલ ગજાવી દેવાયું હતું. આ સાથે જ ભાજપના અમિત શાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપુતને 38 મત મળતા તેમનો પરાજય થયો હતો.