વિજયની પહેલી જવાબદારી વિજયને પચાવવાની તાકાત, 5 વર્ષેમાં દેશને અનેક સમસ્યાથી મુક્ત કરવાનો સંકલ્પઃ મોદી

અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ મોદી ગાંધીનગરમાં માતા હીરા બાના આશીર્વાદ લીધા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 May 2019 09:16 PM
મોદીએ લીધા માતા હીરા બાના આશીર્વાદ
મોદીએ લીધા માતા હીરા બાના આશીર્વાદ
રાયસણમાં હીરા બાને મળવા પહોંચ્યા નરેન્દ્ર મોદી
રાયસણમાં હીરા બાને મળવા પહોંચ્યા નરેન્દ્ર મોદી
રાયસણમાં હીરા બાના નિવાસ સ્થાન બહાર લોકોની ભીડ, મોદી-મોદીના લાગ્યા નારા
રાયસણમાં હીરા બાના નિવાસ સ્થાન બહાર લોકોની ભીડ, મોદી-મોદીના લાગ્યા નારા
મારો મંત્ર એક રાહ, એક લક્ષ્ય અને એક સંકલ્પઃ મોદી
છઠ્ઠા તબક્કા બાદ મેં કહ્યું હતું કે, 300થી વધુ સીટ જીતીશું. લોકોએ મારી મજાક ઉડાવી પરંતુ રિઝલ્ટ તમારી સામે છે. આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના છે. 1742થી 1947 વાળી જનભાગીદારી જોઈએઃ મોદી
હું પ્રધાનમંત્રી તરીકેના શપથ લઉં તે પહેલા આપ સૌના આશિર્વાદ લેવા આવ્યો છું. પૂજ્ય બાપુ તથા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિને નમન કરવા આવ્યો છે. સવા સો કરોડ નાગરિકોની અપેક્ષા સાર્થક કરવાવાળું ભારત બને તે માટે પ્રયાસ કરવાના છેઃ મોદી
ચૂંટણી માં જનતાની ભાગીદારી વિશાળ અને વ્યાપક રહી હતી. ભાજપા ને આ જીત મળી છે તો સાથે સાથે દેશે એક જવાબદારી પણ આપી છે. દશના સવા સો કરોડ નાગરિકોને વિકાસના પંથે આગળ લઇ જવાનો મોકો મળ્યો છેઃ મોદી
વિજયની પહેલી શરત છે કે વિજયને પચાવવો અને ભાજપા એ સતત વિજય પ્રાપ્ત કરીને આ માર્ગ પકડ્યો છે. વર્ષ ૨૦૧૯થી આવનારો પાચ વર્ષનો સમયગાળો ખૂબ મહત્ત્વનો બની રહેવાનો છે: મોદી
2014માં દેશ મને નહોતો ઓળખતો પરંતુ 2014ની ચૂંટણીમાં દેશ આખો ગુજરાતને ઓળખતો હતો. ગુજરાતની સિદ્ધીની સુવાસ મારા પહોંચતા પહેલા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઇ. તેથી 2014ની ચૂંટણીમાં જે જનાદેશ મળ્યો તેમાં ગુજરાતની ગાથા, ગુજરાતની વિકાસયાત્રા હતીઃ મોદી
અહીંથી સંગઠન કૌશલ્ય મળ્યું, સંગઠન માટે જીવવું, અવિરત પ્રવાસ કરવો આવી અનેક બાબતો આ મકાનમાંથી શીખ્યા. એમ કરતાં કરતા દેશની જનતા જવાબદારી વધારતી ગઈ અને સંભાળતા ગયા. 2014માં આપ સૌએ મને વિદાય આપી અને મને બરાબર યાદ છે, ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય પણ વિદાય એ વિદાય હોય. ભારે હૈયે વિદાય આપી પણ સાથે સાથે વિદાય આપનારાની આંખમાં વિશ્વાસ હતો નરેન્દ્રભાઈ જાય છે તો કંઇક સારું કરશે. તમારી પાસેથી જે શીખ્યો તે શિક્ષણ આજે ખૂબ લેખે લાગે છે. પ્રજાનો વિશ્વાસ જીતવા શબ્દોના સાથિયાથી કામ નથી થતું.
આ ધરતી માટે મારો કર્તવ્યભાવ છે,. તમારા આશીર્વાદ મારી અપારશક્તિ છેઃ મોદી
ગઇકાલથી હું દ્વિધામાં હતો, કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં. એક તરફ કર્તવ્ય બીજી તરફ કરૂણા. સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી નાંખી તેવી. અનેક કુટુંબોનો દીપ બુજાઈ ગયો. એક પ્રકારે એ પરિવારના આશા, અરમાન ભસ્મિભૂત થઈ ગયા. જેટલુ પણ દુઃખ, સંવેદના વ્યક્ત કરીએ તેટલી ઓછી છે. પરિવાર પર આવેલી આફતમાં આપણે ઇશ્વરને પ્રાર્થના કરી શકીએ એ પરિવારજનોને આ ભયંકર આઘાતમાં ટકી રહેવાની ઇશ્વર શક્તિ આપેઃ મોદી
ગુજરાત માં વિજયભાઈ નીતિનભાઈ ની સરકાર છે અને કેન્દ્ર માં નરેન્દ્ર મોદી ની સરકાર બનવાની છેઃ અમિત શાહ
હું ગાંધીનગર લોકસભાથી ચૂંટણી લડેલો, ગાંધીનગરની જનતાએ આ વખતે પણ મન ખોલીને આશીર્વાદ આપ્યા છે, હું ગાંધીનગરની જનતાનો હૃદયથી આભાર માનું છું- અમિત શાહ
પાકિસ્તાને બે-બે વાર અડપલાં કર્યા, આપણી સેનાએ તેમના ઘરમાં ઘૂસીને ભુક્કા કાઢ્યાઃ અમિત શાહ
નરેન્દ્રભાઈ ગુજરાતનું ગૌરવ છે, તેમના કારણે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છેઃ અમિત શાહ
ગુજરાતમાં ભાજપનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું, તેમના સંગઠનાત્મક નેતૃત્વની અંદર ભાજપે તેની વિકાસયાત્રા શરૂ કરી
2001માં મોદી સીએમ બન્યા અને 2014 સુધી ગુજરાતની અંદર વણથંભી વિકાસની યાત્રા શરૂ કરી તેને સમગ્ર દેશની અંદર પહોંચાડ્યોઃ અમિત શાહ
એક જમાનામાં ગુજરાત સમગ્ર દેશમાં કર્ફયુથી જાણીતું હતુ, રથયાત્રા કાઢતી વખતે પણ તકલીફો પડતી હતી. મોદી સીએમ બન્યા ત્યારથી આ બંધ થઈ ગયુઃ અમિત શાહ
સુરત દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને અમિત શાહે શ્રદ્ધાજંલિ આપી
સુરત દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને અમિત શાહે શ્રદ્ધાજંલિ આપી
૨૦૧૯ ની ચૂંટણી ભારત માટે ખૂબ મહત્વની ચૂંટણી હતી. દેશના નાગરિકોએ પ્રચંડ બહુમત આપીને એક ફકીરની ઝોળી ભરી દીધી છે: વિજય રૂપાણી
ગુજરાતની જનતા એ ૨૬ માંથી ૨૬ લોકસભા જીતાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપા પર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતી અપાવી છે તે બદલ હું સમગ્ર રાજ્યની જનતાનો આભાર માનું છુંઃ રૂપાણી
2019ની ચૂંટણી ભારત માટે મહત્વની ચૂંટણી હતી. સચ્ચાઈ, ઈમાનદારી, ચોકીદાર અને આતંકીઓના છક્કા છોડાવનાર છપ્પનની છાતી એવા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ પ્રચંડ વિશ્વાસ મુક્યોઃ રૂપાણી
સુરતમાં બનેલી ઘટનાને લઇ મોદી-શાહનું પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું
નરેન્દ્ર મોદીના કામને વંદન કરું છું, ભારત શક્તિમાન નરેન્દ્રભાઈના શાસનમાં બન્યું છેઃ વાઘાણી
નરેન્દ્ર મોદીના કામને વંદન કરું છું, ભારત શક્તિમાન નરેન્દ્રભાઈના શાસનમાં બન્યું છેઃ વાઘાણી
મોદીએ એરપોર્ટ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, અમિત શાહ-વિજય રૂપાણી પણ રહ્યા હાજર
મોદીએ એરપોર્ટ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, અમિત શાહ-વિજય રૂપાણી પણ રહ્યા હાજર
મોદીએ એરપોર્ટ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, અમિત શાહ-વિજય રૂપાણી પણ રહ્યા હાજર
મોદીએ એરપોર્ટ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, અમિત શાહ-વિજય રૂપાણી પણ રહ્યા હાજર
રાજયપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી,નીતિન પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયરે મોદી-શાહનું એરપોર્ટ પર સ્વાગત કર્યું
નરેન્દ્ર મોદી 30 મેના રોજ સાંજે 7 કલાકે PM પદના શપથ લેશે
નરેન્દ્ર મોદી 30 મેના રોજ સાંજે 7 કલાકે PM પદના શપથ લેશે
જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસ મહારાજ, સ્વામિનારાયણ સંતોની એરપોર્ટ પર હાજરી
ખાનપુર કાર્યાલય પર મોદી અને શાહના સ્વાગતની પૂરજોશમાં તૈયારી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા
લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ આજે સાંજે અમદાવાદ આવશે. એરપોર્ટ પર તેમનું શાહી સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપ્યા બાદ તેઓ શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટના રસ્તે થઈ ખાનપુર ભાજપ કાર્યાલય પર પહોંચશે.
સુરતમાં બનેલી ઘટનાના પગલા એરપોર્ટ પર મોદી અને શાહનું સાદગીપૂર્ણ સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઇ પણ પ્રકારના ફટાકડાં નહીં ફોડવામાં આવે. ઉપરાંત સ્વાગત કાર્યક્રમમાં ઢોલ-નગારા પણ નહીં વગાડવામાં આવે. આ કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલવા પૂરતો જ રહેશે.
સુરતમાં બનેલી ઘટનાના પગલા એરપોર્ટ પર મોદી અને શાહનું સાદગીપૂર્ણ સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઇ પણ પ્રકારના ફટાકડાં નહીં ફોડવામાં આવે. ઉપરાંત સ્વાગત કાર્યક્રમમાં ઢોલ-નગારા પણ નહીં વગાડવામાં આવે. આ કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલવા પૂરતો જ રહેશે.
ખાનપુર જે. પી. ચોક ખાતે PM નરેન્દ્ર મોદી સભા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા માટે પાંચ ડીસીપી, ૧૪ એસીપી, ૨૩ પીઆઈ, ૮૦ PSI, ૧૬૦૦ પોલીસ જવાનો તહેનાત રહેશે. ડ્રોન ઉપર પ્રતિબંધ મુકી નો ફલાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી ખાનપુર અને સભાના રૂટ પર IPS સહીત બે હજાર જવાનો તહેનાત રહેશે.
અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ મોદી ગાંધીનગરમાં માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી જશે.
ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવી છે. પાર્ટીને 543 સીટોમાંથી 303 સીટો પર ઐતિહાસિક જીત મળી છે. જ્યારે એનડીએેને 353 સીટો મળી છે. યૂપીએને 96 અને અન્યને 93 સીટ મળી છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ  પ્રથમ વખત અમદાવાદ આવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.