અમદાવાદની સ્કૂલ બસ ગોધરા નજીક અકસ્માત થતાં જ વિદ્યાર્થીઓએ કરી બૂમાબૂમ, એકનું મોત
અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસે જઈને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કંડક્ટરનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માત થતાં જ બસમાં સવાર વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માત બાદ નજીકના લોકો દોડી આવ્યા હતાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પંચમહાલના ગોધરા પાસે આવેલા પરવડી પાસે બસનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે વળાંકમાં આ બસ સ્પીડમાં હશે તેને લીધે ટર્ન લેતાં સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. બસમાં મુસાફરોને બેસાડવાની કેપિસિટી કરતાં વધારે લોકો બેસાડવામાં આવ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -