યુવાને ઉગ્ર રજૂઆત કરતાં ગુજરાત ભાજપના કયા નેતાએ યુવાનને જાહેરમાં ખખડાવી નાખ્યો? જાણો વિગત
જોકે તે સમયે એક યુવાન દ્વારા અમારા ગામમાં મોબાઈલ ટાવર મુકવામાં આવ્યા ન હોવાની સાંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેથી સાંસદ મનસુખ વસાવાએ ગુસ્સે થઈ ગયા હતા અને યુવાનને શાંતિથી રજૂઆત કરવા માટેનું કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષા યોજાનાર છે. જેને લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે વહેલી સવારે 4 વાગ્યે બસ સુવિધા મળે તે માટે યુવાનો સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. જેથી સાંસદે તાત્કાલિક મુદ્દો ઉકેલવાની તૈયારી બતાવી હતી.
રાજપીપળા: ડેડિયાપાડાથી નેત્રંગ વચ્ચેના ગામના યુવાનો લોકરક્ષક દળની પરીક્ષા સમયે બસ મૂકવા બાબતે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસવાને રજૂઆત કરતાં હતાં તે સમયે એક યુવાને ગામમાં મોબાઈલ ટાવર બાબતે ઉગ્રતાથી રજૂઆત કરતાં ભાજપના સાંસદ મનસુખ વસાવા યુવાન પર ગુસ્સે થઈ ગયા હતા જેનો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -