અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ નિમાતાં નારાજ હોવા મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત
જોકે કોંગ્રેસના હાઈકમાન્ડે અલ્પેશના શક્તિ પ્રદર્શનને કોઈ દાદ આપી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે દિલ્હીમાં પણ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા હતા. થોડા દિવસો પહેલાં અલ્પેશ ઠાકોરે એક ખાનગી ક્લબમાં પણ પોતાના ચુસ્ત એવા 1 હજાર સમર્થક અને કૉંગ્રેસના ઠાકોર સમાજના અન્ય આગેવાનોની એક બેઠક યોજીને કૉંગ્રેસ હાઈકમાન્ડ સુધી પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે ઠાકોરે જણાવ્યું કે, મારી નારાજગીની ચર્ચા એ ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાઈ રહેલી અફવા માત્ર છે. કારણ કે હું અને અમિત ચાવડા અંગત મિત્રો છીએ અને મંગળવારે રાત્રે દિલ્હીથી પરત આવ્યા બાદ મેં અને અમિત ચાવડાએ મોડી રાત્રી સુધી સાથે બેસીને આગામી દિવસોમાં સંગઠનલક્ષી ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી હતી. આ અંગે હાર્દિક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે ચાલી રહેલી ચર્ચા અને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનું રાજીનામું નિશ્ચિત હતું ત્યારથી અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજના નેતા તરીકે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે તક મળે તે માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતા.
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે મંગળવારે અમિત ચાવડાની વરણી થયા બાદ ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નારાજ અલ્પેશને મનાવવા હાર્દિક પટેલે અચાનક જ બુધવારે ઠાકોરના ધારાસભ્ય ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ઠાકોરની નારાજગી દૂર કરવા પ્રયત્ન કર્યો હતો તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -