‘હું રાત્રે 12 વાગે પણ એકલો જ ફરું છું જેને મારવો હોય તે આવી જાય’, કોંગ્રેસના કયાં MLAએ આપ્યું આ નિવેદન
આ પહેલાં મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડેના કહેવાતા અધ્યક્ષ ભવાની ઠાકોરે અલ્પેશ ઠાકરોને રાક્ષસી પ્રકૃતિના ગણાવીને કહ્યુ હતુ કે અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી આવે તો અમારા કાર્યકરો ગુજરાતમાં જઈને અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવશે. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આ જાહેરાત સાથે પોસ્ટરો લાગ્યા છે. સાબરકાંઠાના ઢુંઢેર ગામમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં અફ્વાઓમાં વધારો અને અશાંતિનો માહોલ સર્જાયો છે. આવી અફવાઓ ફેલાવનારો માટે અમદાવાદ સાયબર ક્રાઇમે કડક કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે કહ્યું કે, મને મારવાના સપના જોનારાઓને કહું છું કે હું રાત્રે 12 વાગ્યે એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય. હું ગરીબો માટે લડતો રહીશ. અલ્પેશ ઠાકોરે પોતાને સિંહ સાથે સરખાવી કહ્યું હતું કે, એમને ખબર છે મારી ગાદી પર કાંકરી નહીં પડવા દેવાય નહીંતર આ સિંહોને કંટ્રોલ કરવા અધરા છે.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ ભડાકાઉ જાહેરાતનો જવાબ પણ પોતાની આગવી શૈલીમાં જ આપ્યો છે. અલ્પેશ ઠાકોર ડિસાના માણેકપુરા ગામના એક ગરબામાં હાજરી આપવા ગયેલા ત્યારે તેમને આ મુદ્દા પર વાત કરતા કહ્યું હતું કે, હું રાતે 12 વાગ્યે પણ એકલો ફરું છું અને મને જેને મારવો હોય તે આવી આવી જાય.
બનાસકાંઠા: ગુજરાતમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઈ રહ્યું નથી. ત્યાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર એક કરોડ રૂપિયાના ઈનામની જાહેર કરવામાં આવી હતી. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે મોટા ઈનામની જાહેરાત કરી હતી. આ મુદ્દા પર અલ્પેશ ઠાકોરે પહેલી વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -