✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાંથી 500 અને 2000 રૂપિયાની નકલી નોટો સાથે એક આરોપીને ATSએ કેવી રીતે દબોચ્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 12:37 PM (IST)
1

નોંધનીય છે કે, પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઈને પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે નકલી નોટો આ રૂટ દ્વારા આવતી જ હતી. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, નવી નોટોની નકલી નોટો નહીં બનાવી શકાય પરંતુ તે દાવો ખોટો પડ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જ જણાવ્યું છે.

2

પોલીસે સંજય દેવડીયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડીને 2 હજારના દરની 53 નોટો અને 500ના દરની 92 નકલી નોટો પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અસલી જેવી જ હુબહુ નકલી નોટો પકડાઈ છે. જેની કીંમત 1.53 લાખ જેટલી થાય છે. નોટબંધી પછી પહેલીવાર અસલી જેવી જ નકલી નોટો પકડી પાડી હોવાનો પોલીસે દાવો કર્યો છે.

3

પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે ગુજરાતમાં નકલી નોટો ગુજરાત આવી રહી છે. તેવી બાતમની નેશનલ ઈન્વેસ્ટીગશન ટીમે એટીએસના અધિકારીઓને આપી હતી. તેના આધારે ગુજરાત એટીએસની ટીમે જુનાગઢની મધુરમ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.

4

મુંબઈ એનઆઈએને નકલી નોટોની બાતમી મળતાં ગુજરાત એટીએસને આપી હતી. જેના ભાગરૂપે એટીએસની ટીમે અસલી જેવી જ 2000 અને 500ના દરની હાઈસિક્યુરિટી ફીચર્સ જેવી જ 1.53 લાખની નકલી નોટો સાથે જુનાગઢથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક નકલી નોટો ક્યાંથી લાવ્યો તેની એટીએસની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાંથી 500 અને 2000 રૂપિયાની નકલી નોટો સાથે એક આરોપીને ATSએ કેવી રીતે દબોચ્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.