હાર્દિક ઉધ્ધવ ઠાકરેને મળ્યો તે અંગે અલ્પેશ ઠાકોરે કર્યો શું કટાક્ષ? ભાજપને આપી શું ચીમકી? જાણો
અલ્પેશે આક્ષેપ કર્યો કે 2017ની ચુંટણી પહેલાં કેટલાક લોકો ઠાકોર સેનાને તોડવા પ્રયાસ કરી રહયા છે પણ અમે તેવા પ્રયાસ કરનારાની રાજકીય દિશા બદલી નાખીશું. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના ઠાકોર સમાજના 50 જેટલા સરપંચો હાજર રહયા હતા. તેઓનું શાલ ઓઢાડીને સન્માન કરાયુ઼ હતું.
અલ્પેશ ઠાકોરે ભાજપ-કોંગ્રેસ પક્ષોને પાણી વગરના ગણાવી હુંકાર કર્યો હતો કે, અમે દારૂનો કાયદો બનાવડાવ્યો બાકી આ સરકારમાં તો પાણી જ નહોતું. તેણે હુંકાર કર્યો હતો કે કોઇ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ રાજકીય રીતે રોકાય તો અલ્પેશનો સંપર્ક કરજો.
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે બેરોજગારી હટાવવાની વાતો કરતા હતા તેઓ હાલે દેશના પીએમ છે ત્યારે પણ કંઇ કરી શકયા નથી. હવે રોજગારી નહી મળે તો ટાટાનેનો, મારૂતી, હોન્ડા કંપનીના પ્લાન્ટોને તાળાબંધી કરતા અમને કોઇ રોકી શકશે નહી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને મળ્યા તેના કારણે રાજકીય વંટોળ ઉભો થયેલો જ છે ત્યાં હવે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ આ મુદ્દે હાર્દિકને આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા છે.
બુધવારે સમી તાલુકાના માંડવી ગામે પાટણ જિલ્લાના નવા ચૂંટાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સરપંચોને સન્માનવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રીય ઠાકોર સેના સુપ્રિમો અલ્પેશ ઠાકોરે હાર્દીક પટેલ અને ભાજપા કોંગ્રેસને આડે હાથ લીધા હતા.
અલ્પેશે હાર્દિકનું નામ લીધા વગર જણાવ્યું હતું કે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓને મળવાથી આપણા પ્રદેશનું અને સમાજનું ભલું થવાનું નથી. અલ્પેશે ભાજપ સરકાર સામે મોરચો માંડતાં કહ્યું કે બેરોજગારોને નોકરી નહી મળે તો 2019માં ભાજપાને પણ ઉખાડી ફેંકીશું.