અમરેલીઃ ઘરે પોલીસ ભરતીમાં જવાનું કહી યુવક ગયો પ્રેમિકાને મળવા, પછી શું આવ્યો અંજામ?
પોલીસને તપાસ દરમિયાન નિતેશની વીંટી મળી આવી હતી. પોલીસે પન્નાના ત્રણ પરિવારજનોની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, તેઓએ પન્નાની પણ હત્યા કરી નાંખી છે. પોલીસે ખાડો ખોદી પન્નાની જ્યાં દાટી હતી તે જગ્યા પણ શોધી કાઢી હતી. હત્યાને કોર્ટમાં સાબિત કરવા પોલીસે અવશેષોને ડીએનએ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ નિતેશની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન તેમના હાથમાં એક ઓડિયો ક્લીપ લાગી હતી, જેમાં નિતેશને બંધક બનાવી માર મરાતો હોવાનો અવાજ સંભળાતો હતો. આ ક્લિપને આધારે પોલીસે ભાવનગરના અમૃતવેલ આવી ફોરેન્સિક ટીમને સાથે રાખી તપાસ કરતાં નિતેશના અવશેષો કેનાલમાંથી મળી આવ્યા હતા.
નિતેશનું મોત થતાં પન્નાના પરિવારે તેની લાશ સળગાવી દીધી હતી. એટલું જ નહીં, નિષ્ઠુર પરિવારે પન્નાની હત્યા કરી તેની લાશ પણ સળગાવી દીધી હતા. બીજી તરફ નિતેશ ઘરે પરત ન ફરતાં તેમણે પોલીસમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ નિતેશ ઘરે પોલીસની ભરતીમાં જવાનું કહીને પ્રેમિકાને મળવા માટે ગયો હતો. જેની જાણ પન્નાના પરિવારને થઈ જતાં જેવો નિતેશ તેને મળવા પહોંચ્યો કે, તરત તેને પન્નાના પરિવારે પકડી પાડ્યો હતો અને તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ઢોર મારને કારણે નિતેશનું મોત થઈ ગયું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, ધારીનો નિતેશ પાટડીયા અને ભાવનગરના અમૃતવેલની પન્ના ભૂકણ વચ્ચે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને થઈ ગઈ હતી. યુવકની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારને આ સંબંધ સામે વાંધો હતો.
અમરેલી: ધારીમાં પ્રેમપ્રકરણમાં યુવક-યુવતીની પરિવારે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારે દીકરી અને યુવકની હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી. જોકે, પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નાંખ્યો છે અને યુવતીના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -