સૌરાષ્ટ્રના ક્યાં વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત
અરબી સમુદ્રમાં 36 કલાક બાદ ડિપ્રેશન સક્રિય થવા જઈ રહ્યું છે. આ ડિપ્રેશન બન્યા બાદ ઉતર-પશ્ચિમ તરફ ડિપ્રેશન સિસ્ટમ આગળ વધશે. ત્યારબાદ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડું વધુ તીવ્ર બની ઓમાનના દરિયા કિનારા તરફ આગળ વધશે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદી વાતાવણર થયા બાદ ભારે પવન અને વાઝડી સાથે વરાસદ આવતા અમરેલીમાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તેના લીધે ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. બાબરા અમરેલી રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો.
હવામાન વિભાગે અરબ સાગરમાં 6થી 8 તારીખ વચ્ચે લો પ્રેશન સર્જાવાની શક્યતા દર્શાવી છે. લો પ્રેસરના લીધે અરબ સાગરમાં તોફાન કે ચક્રવાત સર્જાઈ તેવી શક્યતા છે. આથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.
અમરેલીમાં પોણો ઇંચ, ચલાલામાં અડધો ઇંચ, અને બાબરામાં તેમજ ધારીમાં ભારે ઝાપટાં વરસ્યા હતા. વરસાદ દરમિયાન અમરેલીમાં બે ફીડર બંધ થવાથી વીજ પુરવઠો કલાકો સુધી ગુલ થઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે.
રાજકોટ: ભાદરવાના અંતિમ ચરણમાં તીવ્ર ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો સર્જાતા એકાએક વરસાદ પડ્યો હતો. ગુરુવાર મોડી સાંજે અમરેલી જિલ્લામાં અચાનક હવામાન પલટો આવતા મીની વાવાઝોડું ફૂંકાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી અને ત્યાર બાદ વરસાદ શરૂ થતાં ધારી નજીકના છતડિયા ગામે ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -