હવે અમૂલની કોઈ પણ પ્રોડક્ટ વધારાનો ખર્ચ કર્યા વિના ઘર બેઠા મળશે, જાણો કઈ રીતે
હાલ અમૂલ આ સેવા અમદાવાદ અને ગાંધીનગરમાં આપી રહી છે. abpasmita.in એ અમૂલ ઓનલાઈના એક એક્ઝિક્યુટીવે જણાવ્યું છે કે અમુક સમયમાં આ સેવા આખા ગુજરાત અને તે પછી ભારતમાં આ સેવા આપવામાં આવશે.
75 રૂપિયા કે તેથી વધુના બિલ પર કોઈ શિપિંગ ચાર્જ કે ડિલીવરી ચાર્જ લેવામાં આવશે નહિ. જ્યારે તેનાથી ઓછા બિલ પર 25 રૂપિયા ડિલીવરી ચાર્જ લેવાશે.
આ વેબસાઈટ પર જઈને ઓર્ડર આપવા માટે આ સાઈટ પર લોગઈન કરવાનું રહેશે. જે માટે તમારું ઈમેઈલ આઈડી અને પાસવર્ડ એંટર કરવાનો રહેશે. તમે ફેસબુક અકાઉઁટથી પણ લોગઈન થઈ શકો છો.
ડિલીવરીના ત્રણ ટાઈમના વિકલ્પો છે. સવારે 9થી બપોરના 1, 1થી 4 અને 4થી7. જે સમય તમને અનૂકૂળ હોય તે સિલેક્ટ કરી ઓર્ડર આપવાનો રહેશે. જેથી તે સમય ગાળામાં તમારા ઘરે તમારો ઓર્ડર પહોંચી જશે. પૈસા ચૂકવવા માટે પણ તમારી પાસે વિકલ્પો છે. કેશ ઓન ડિલીવરી, ઓનલાઈન પેમેંટ- ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે પછી નેટ બેકિંગથી તમે પૈસા ચૂકવી શકો છો.
અમદાવાદ: અમૂલે તેના લાખો ગ્રાહકોને આ નવા વર્ષે આપી છે એક ખાસ ભેટ. અમૂલની પ્રોડક્ટનું હવે ઓનલાઈન શોપિંગ શક્ય છે. તમે અમૂલની કોઈ પણ પ્રોડક્ચને તમે Amul Online (https://www.amulonline.com/) પરથી ખરીદી શકો છો. અમૂલની આ વેબસાઈટ પર તમે દૂધથી લઈને અમૂલની દરેક પ્રોડક્ટ્સ જેવીકે આઈસ્ક્રીમ, બટર, ચીઝ, છાશ, પનીર, બિસ્કીટ, મીઠાઈ, વગેરે કંઈ પણ ખરીદી શકો છો.