✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના સાત આંચકા અનુભવાયા, જાણો કેટલી તિવ્રતાના આવ્યા આંચકા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 04:22 PM (IST)
1

ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ ઉનામાં જોરદાર ધડાકાના અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજીપત્રમાં ધરતીકંપની કોઇ નોંધ થઇ ન હોવાની માહિતી ઉનાના મામલતદાર સોલંકીએ માહિતી આપી હતી.

2

જ્યારે ગઇકાલે બપોરેના ૧૨:૪૪ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૮ની તિવ્રતાનો , બપોરે ૨ વાગ્યે ૧.૬ની તિવ્રતાનો અને સાંજે ૪:૫૪ વાગ્યે સુરેન્દ્રનગર પાસે કેન્દ્ર બિન્દુ ધરાવતા ૧.૫ની તિવ્રતાનો અનુભવ થયો હતો. જ્યારે ગઇકાલે રાત્રીના ૧૨:૧૬ વાગ્યે કચ્છના દુધઇમા ૧.૬ની તિવ્રતાનો અને આજે મંગળવારે વહેલી સવારના ૬:૨૪ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

3

રાજકોટ: સોમવારે બપોરથી આજે વહેલી સવાર સુધીમા સુરેન્દ્રનગર અને કચ્છમા ભૂંકપના ૭ આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગર ખાતે આવેલા સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ કાલે સવારે ૧૦:૪૭ વાગ્યે કચ્છના દુધઇમાં ૨.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે બપોરના ૧૨:૦૬ વાગ્યે રાપર નજીક ૨.૩ની તિવ્રતાનો ધરતીકંપનો અનુભવ થયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના સાત આંચકા અનુભવાયા, જાણો કેટલી તિવ્રતાના આવ્યા આંચકા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.