આનંદીબેનનો અભિવાદન સમારોહ યોજાયો, શુભેચ્છકોનો આભાર માનતા બેન થયા ભાવુક
મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તી બાદ આનંદીબેન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું, મોટા રાજ્યની જવાબદારી સંભાળવી એ ગર્વની વાત, 26મી જાન્યુઆરીએ મધ્ય પ્રદેશમાં ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ 23મીએ શપથવિધિ યોજાઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: ગાંધીનગરમાં આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાતા અભિવાદન સમારોહ યોજાયો હતો, આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી અને પરશોતમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેને અહીં તેમના ગુજરાતમાં રાજકારણના અનુભવો વર્ણવ્યા હતા. અભિવાદન સમારોહમાં શુભેચ્છકોનો આભાર માનતા આનંદીબેન ભાવુક થયા હતા. પક્ષ દ્વારા તેમના સન્માન દરમિયાન બેન ભાવુક થયાં હતા.
આનંદીબેન પટેલે રાજ્યપાલ તરીકેની જવાબદારી મળતા પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અમિત શાહનો આભાર માન્યો હતો. સાથએ જ આનંદીબેન પટેલ જય જય ગરવી ગુજરાત અને જય મધ્ય પ્રદેશનો પણ નારો બોલ્યા હતો.
પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આનંદીબેનને શુભકામના આપી, વાઘાણીએ કહ્યું કે,તેમનો અનુભવ અને દ્રષ્ટિકોણ મધ્યપ્રદેશને નવી ઉંચાઈ પર લઈ જશે, માર્ગદર્શક તરીકે આનંદીબેને કામ કર્યુ, તેમના માર્ગદર્શનમાં ભાજપે ઉંચાઈઓ પ્રાપ્ત કરી.
આનંદીબેનની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાઠવી શુભકામના, સાથે જ કહ્યુ કે, આનંદીબેન ખૂબ અનુભવ ધરાવે છે. ગુજરાત ભાજપના કાર્યકર્તા રાજ્યપાલ બનતા આનંદની વાત, મુખ્યમંત્રી વિજય રુપાણી આનંદીબેનના વખાણ કરતા કહ્યું બેને આપણી વચ્ચે વર્ષો સુધી કામ કર્યું. સરકાર સંગઠનમાં વિવિધ જવાબદારી નિભાવી. ખૂબ પરિશ્રમ અને ચીવટ થી કામગીરી કરવાની તેમની પદ્ધતિ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -