શિવ સેનાના પ્રમુખની પત્ની અને વકીલની 'નિકટતા'એ યુવાન પુત્રનો લીધો ભોગ?
આ કેસમાં અત્યાર સુધીમાં વિવેકની સાવકી માતા રોહિણી અને તેને મદદ કરનાર ઘરના વોચમેનની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન રોહિણીએ કબૂલાત કરી હતી કે, તેણે વિવેકને ઝેરી પાવડર દવા તરીકે આપ્યો હતો અને આ પાવડર તેઓની નજીકના એડવોકેટ અનંત પોખરિયાલે આપ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત પણ થઇ હતી. જે અંગેની કોલ ડીટેલના આધારે પોલીસે વકીલની ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી વકીલના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ રિપોર્ટમાં વિવેકનુ ગળુ દબાવીને કે શ્વાસ રૂંધાવીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમ દર્શીય કારણ પી.એમ કરનાર તબીબો આપ્યું હતું. મૃતક વિવેકની સગી માતા લતાબેન પાટીલે પોલીસ મથકમાં સતીશ પાટીલની બીજી પત્ની રોહિણી વિરુદ્ધ શંકા વ્યક્ત કરીને હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. શિવ સેનાના ઉપ પ્રમુખ સતીશ પાટીલ સાથે બદલો લેવાની વૃત્તિથી વકીલ પોખરિયાલે પાટીલની બીજી પત્નીને ઉશેકરી હતી. તેમજ ઝેરી દવા પણ લાવી આપી હતી. જેથી વિવેક બેહોશ થઇ જાય અને ત્યારબાદ સતીષ પાટીલને સબક શિખવાડી બદલો લઇ શકે છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રદેશ ઉપ પ્રમુખ અને અંકલેશ્વર જીઆઇડીસીની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલના 18 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલની તારીખ 25મી સપ્ટેમ્બર 2016ના રોજ હત્યા કરવામાં આવી હતી.
અંકલેશ્વરઃઅંકલેશ્વરના શિવસેનાના અગ્રણી અને ઉદ્યોગપતિ સતિષ પાટીલના યુવાન દીકરાની તેની સાવકી માતાએ હત્યા કરી નાંખી એ ઘટનામાં તેના વકીલ અનંત પોખરિયાલની ધરપકડ કરાઇ છે. પોલીસ તપાસમાં પોખરિયાલ અને પાટીલની બીજી પત્ની રોહિણી વચ્ચેની 'નિકટતા'ની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વિવેકની હત્યા માટે ઉંઘની ગોળીઓ, ડ્રગ્સ અને પટ્ટા પોખરિયાલે લાવી આપ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. જોકે, પોખરિયાલની ભૂમિકા તેના કરતાં પણ આગળની હોવાનું મનાય છે.
પોખરિયાલ અને રોહિણીની વાતચીતની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે, જેમાં બંને સતત ફોન પર વાત કરતાં હતા, તેવું બહાર આવ્યું છે. આ ઉપરાંત બંને વચ્ચે ખાનગીમાં મુલાકાતો થતી હતી, તેવી વિગતો પણ બહાર આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને તેમાં મોટો ધડાકો થવાની શક્યતા છે.
વકીલ અનંત પોખરિયાલ અગાઉ પાટીલના વિવિધ કેસો લડતા હતા. જોકે, તેમની વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. જેનો બદલો લેવા વકીલ પોખરિયાલ રોહિણીને અવાર-નવાર મળતો હતો. તેમજ ફોન પર કોન્ટેક્ટમાં હતો અને તેને જ બદલો અગાઉ પણ ઊંઘની ગોળીના 2 પટ્ટા લાવી આપ્યા હતા. એટલું જ નહીં હત્યાના દિવસે ઝેરી પાવડર પણ લાવીને આપ્યો હતો, જે થી વિવેક બેહોશ થઇ જાય અને પાટીલ શોધે અને તેને સબક શીખવાડી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -