આતંકવાદી ઘૂસ્યા હોવાની આશંકાએ દરિયાઇકાંઠા વિસ્તારોમાં હાઇએલર્ટ, દ્વારકા હોઈ શકે છે મુખ્ય ટાર્ગેટ
દરિયામાં જહાજોના નિયંત્રણ માટે વેસલ ટ્રાફિક મોનિટરિંગ સીસ્ટમ ( વીટીએમએસ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ સીસ્ટમની મદદથી દરિયામાં 30 કીમી સુધીના વિસ્તારમાં બોટોની અવરજવર જોઇ શકાય છે. પેટ્રોલિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ બોટ દેખાઇ તો તરત તેનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. ભરૂચમાં પેટ્રોલિંગ માટે આ સીસ્ટમની મદદ લેવાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચ પોલીસની મદદ માટે ખાસ તાલીમ પામેલાં મરીન ટાસ્ક કમાન્ડોની ફાળવણી કરવામાં આવી છે. એસઓજી, મરીન પોલીસ તથા કમાન્ડોની ટીમ બોટમાં 15થી વધારે નોટીકલ માઇલ વિસ્તાર આવરી લઇ દરિયામાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને દહેજ ખાતે ચાર જેટી આવેલી હોવાથી ત્યાં જહાજોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. દહેજ મરીન પીઆઇ વિપુલ પટેલ તથા તેમની ટીમ માછીમારો સાથે સંપર્કમાં રહી કાંઠા વિસ્તારો પર નજર રાખી રહી છે. પોલીસ તથા કમાન્ડોના અત્યાર સુધીના પેટ્રોલિંગ કોઇ શંકાસ્પદ બોટ કે વસ્તુ મળી આવી નથી.
ઉરીના આતંકવાદી હુમલા તથા વળતા જવાબરૂપે ભારતની સર્જીકલ સ્ટ્રાઇકને પગલે ભારત અને પાક વચ્ચે તણાવ વધી ગયો છે. ગુજરાતની દરિયાઇ તથા જમીનની સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આઇબીએ તાજેતરમાં દરિયામાં કરાચી તરફથી બે શંકાસ્પદ બોટ આવી હોવાનો રીપોર્ટ આપ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લાના 122 કીમીના દરીયામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. ડીએસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તથા મરીન પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં સઘન વોચ રાખી રહી છે. વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયામાં પોલીસની સાથે મરીન ટાસ્ક કમાન્ડો પેટ્રોલિંગ કરી રહયાં છે.
ભારતની પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ બે શંકાસ્પદ બોટ અંગે આઇબીના રીપોર્ટ બાદ ભરૂચ જિલ્લામાં દરિયાઇ સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસની સાથે મરીન ટાસ્ક કમાન્ડો દરિયાના 15 નોટીકલ માઇલથી વધુ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહયાં છે. પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઇ શંકાસ્પદ બોટ કે વસ્તુ મળી આવી નથી.
દ્વારકામાં 10 થી 15 આતંકવાદીઓ ઘૂસી ગયાની સુરક્ષા એજન્સીઓની બાતમીને પગલે સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવી દેવામાં આવી છે. મંદિરને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.દ્વારકામાં 10 થી 15 આતંકવાદીઓ ઘૂસ્યાની અથવા ઘૂસવાની ફિરાકમાં હોવાની બાતમીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. દ્વારકાનાં જગત મંદિરની જેમ સોમનાથ મંદિર પર આતંકીઓનાં નિશાના પર હોવાથી અહીં ગાર્ડો હાઇ એલર્ટની સ્થિતીમાં આવી ગયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે 7મીએ રાજસ્થાનના જેસલમેરમાં સરહદી ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.એસ. ડાગુર અને ડીજીપી પી.પી. પાંડેય હાજરી આપશે. આ બેઠકને લઇને બુધવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગૃહ વિભાગના અધિકારીઓ, બીએસએફના અધિકારીઓની બેઠક યોજાઇ હતી અને રાજ્યમાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી તેના આધારે રિપોર્ટ તૈયાર કરી ગૃહમંત્રીને સોંપશે.
અમદાવાદઃ ગુજરાતમાં દરિયાઈકાંઠા વિસ્તારને આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે તેવા અહેવાલને પગલે સોમાન અને દ્વારકા મંદીરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત જામનગર અને હજીરા વિસ્તારમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર દ્વારકાના જગત મંદિરને આતંકીઓ ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને દ્વારકામાં આતંકીઓ છૂપાયા હોઈ શકે છે. દ્વારકામાં દરિયાઇ માર્ગે 10 થી 15 આતંકવાદી ઘૂસ્યાની આશંકાએ એલર્ટ જાહેર કરાયું છે. IBના રિપોર્ટ મુજબ પાકિસ્તાની બોટ કેટલાક આતંકીને ઉતારી જતી રહી હતી. બુધવારે રાત્રે ઇન્ટેલિજન્સ એજન્સીઓને દ્વારકાના દરિયાઇ માર્ગે 10 થી 15 આતંકવાદી ઘૂસ્યાની માહિતી મળી હતી. આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -