ગુજરાત પ્રવાસને લઇને કેજરીવાલને ટ્વિટર પર લોકોએ બનાવ્યા નિશાન, જુઓ તસવીરો
નોંધનીય છે કે આ અગાઉ સુરતના વેપારી મંડળ દ્વારા તેમને તા.10ના રોજ ગુજરાતના વેપારીઓ સાથે સંવાદ કરવા આમંત્રિત કરવામા આવ્યા હતા. પણ યુનિવર્સિટી હોલનું બુકિંગ કેન્સલ કરાતા કાર્યક્રમને રદ્દ કરાવવામાં આવ્યો હતો. આપે આક્ષેપ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના દબાણને કારણે યુનિવર્સિટીએ કેજરીવાલના કાર્યક્રમ માટે હોલ આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં કેજરીવાલે ફક્ત સોમનાથના દર્શન કરવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 9,જૂલાઇના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને સમગ્ર ભારતમાં ટ્વિટર પર #કેજરીવાલ તો આવશે જ ટ્રેન્ડ કરી રહ્યું છે.
કેજરીવાલ 9, જૂલાઇના રોજ ગુજરાતના સોમનાથમાં મહાદેવ મંદિરના દર્શન કરવા જશે. ટ્વિટર પર લોકોએ કેજરીવાલના પ્રવાસને લઇને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સાવધાન રહેવા સહિત અનેક પ્રકારે ટ્વિટ્સ કર્યા હતા.