વિમાનમાં આસારામ સમર્થકોનો હોબાળો, પાયલોટે આપી ચેતવણી
વિમાનનું સંતુલન બગડતું જોઇને પાયલોટે સીટ બેલ્ટ બાંધીને યાત્રીઓને પોતાની જગ્યા પર બેસવાનો અનુરોધ કર્યો હતો. વિમાનમાં હાજર પોલીસકર્મીના જણાવ્યા અનુસાર જયારે સમર્થકો ચૂપ રહેતા હતા તો જાણી જોઇને પોલીસને હેરાન કરવા માટે આશારામ સમર્થકોને ઇશારો કરી રહ્યા હતા અને હંગામો વધતા જોઇને પોતે જ શાંત કરવા લાગ્યા. પોલીસને વિમાનની અંદર પરિસ્થિતિ સંભાળવા માટે ભારે મુશ્કેલી પડી હતી.
જયારે સાડા ત્રણ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર જેટનું વિમાન ઉતર્યું તો આશારામે સમર્થકોને એકલા બહાર આવવા માટે ના પાડી દીધી હતી. પછી પોલીસે સમર્થકોની મદદથી વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડવા પડ્યા હતાં. એરપોર્ટના સુરક્ષઆ કર્મી આસારામને પગે લાગવા દોડ્યા હતા, પોલીસે તેમને જબરદસ્તી હટાવ્યા હતા. જોધપુરથી દિલ્હી લાવવા દરમિયાન વિમાનમાં કરેલો હંગામો પોલીસ કોર્ટને આપશે.
કેટલાક સમર્થકો સીટ પર બેઠા તો કેટલાક ઉભા જ રહ્યા હતા. ફ્લાઈટ ઉપડી તે પહેલા જ્યારે સમર્થકોને કહેવામાં આવ્યું કેતે સીટ બેલ્ટ બાંધી લે તો એકે કહ્યું, સીટ બેલ્ટની શું જરૂરછે, જ્યારે ખુદ ભગવાન અમારી સાથે છે. સમર્થક ફ્લાઈટમાં આસારામ બાપની જય, સાઈ સાઈ બોલતા રહ્યા. આ દરમિયાન ઘણાં ભક્ત આસારામના પગે લાગતા રહ્યા.
જોધપુર: નાબાલિગના બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુને રવિવારે જયારે હેલ્થ ચેકઅપ માટે દિલ્હી લાવવામાં આવી રહ્યા હતા તો વિમાનની ૭૦ સીટોમાંથી ૩૫ સીટો પર આસારામના સમર્થકો બેસી ગયા. દસ સીટો પર પોલીસ અને આસારામ હતા. જેવું વિમાન ટેકઓેફ થયું એવા જ આસારામના સમર્થકો પગે લાગવા દોડધામ કરવા લાગ્યા અને ભજન ગાવા લાગ્યા.