અલ્પેશ ઠાકોર સામે બનાસકાંઠા એસ.પી.એ ફરિયાદ નોંધાવી, જાણો શું હતી ઘટના
અલ્પેશ ઠાકોરે પોલીસવડા સામે ગંભીર આરોપો લગાવતું નિવેદન આપ્યું હતું, જેની વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. તેમાં જિલ્લા પોલીસ વડાને પડકાર આપવામાં આવ્યો હતો કે 15 એપ્રિલે માં અંબાના દર્શન કરી વ્યસનમુક્તિ માટે દારુના અડ્ડા બંધ કરાવવા તમારી વચ્ચે આવવાનો છું. ડીસાના આસેડા ખાતે અલ્પેશ ઠાકોરે એસ.પી. સામે ગંભીર આક્ષેપો કર્યા જેનો વીડિયો વાયરલ થયો હતો જેને લઇને પોલીસ વડાએ બદનક્ષીની ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કોઇ ધારાસભ્ય સામે ડી.એસ.પીએ સીધા ફરિયાદ કરી હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં સીઆરપીસી 202 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 6 મહિનાની સજા અને દંડની જોગવાઇ છે.
અમદાવાદઃ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીની ફરિયાદ નોંધાઇ છે. બનાસકાંઠા પોલીસ વડા એસપી નિરજકુમાર બડગુજરે કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ઉપર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે પોલીસ વડા પર ગંભીર આક્ષેપો કરવાનો આરોપ છે.
અલ્પેશે નિરજકુમાર બડગુજર સામે આક્ષેપ કર્યો જેની એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જેના આધારે પોલીસે ડીસા કોર્ટમાં સીઆરપીસી 202 મુજબનો ગુનો દાખલ કર્યો છે.
ઘટના એવી છે કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયે ડીસા તાલુકાની આસેડા ખાતેની જાહેરસભાને સંબોધવા આવેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડીએસપી નિરજકુમાર બડગુજર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -