કુંવરજીએ તેમને જીતાડવા સૌથી વધારે મહેનત કરનારા ભાજપના ક્યા નેતાને શપથવિધી માટે નિમંત્રણ જ ના આપ્યું?
આ કારણે બોઘરા શપથવિધીમાં હાજર રહેશે તેવું મનાતું હતું પણ તે ગેરહાજર હતા. આ બાબતે ડો. ભરત બોઘરાએ જણાવ્યું કે, શપથવિધીમાં હાજર રહેવા મને આમંત્રણ હતું નહીં તેથી હું હાજર ના રહ્યો. બાવળિયાની શપથવિધિમાં ગેરહાજર રહીને બોઘરાએ નારાજગી વ્યક્ત કરી હોવાનું મનાય છે.
બોઘરાએ વિવાદ ના થાય એટલે એવી સ્પષ્ટતા કરી કે, સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, મારી કોઇ નારાજગી નથી. મંત્રી કુંવરજી બાવળિયા સાથે મારે સોમવારે જ વાત થઇ હતી પણ સ્થાનિક કક્ષાએ કોઇને આમંત્રણ હતું નહીં એટલે મને પણ આમંત્રણ નહોતું અપાયું.
કુંવરજી બાવળિયાને જીતાડવા માટે બોઘરાએ સૌથી વધારે મહેનત કરી હતી. બાવળિયા જીત્યા પછી નિકળેલા વિજય સરઘસમાં પણ બોઘરા સૌથી વધારે સક્રિય હતા. બોઘરાએ જીપના બોનેટ પર ચડીને ડાન્સ કર્યો હતો. તેમણે ઘોડા પર બેસીને પણ ભાગ લીધો હતો.
ગાંધીનગર: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીતનારા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ મંગળવારે ધારાસભ્ય તરીકેને શપથ લીધા. આ શપથવિધી સમારોહમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.