જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, બે બાળકોના પિતા શું કરતા હતાં ધંધો? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપકભાઈના પત્ની આરતીબેન રોજ સવારે 9.30 વાગ્યે પન્નાલાલને ઉઠાડવા જતા હતા પરંતુ કાલે તેઓ ન આવતાં પન્નાલાલ 10 વાગ્યે નીચે ગયા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. દીપકભાઈના એક ભાઈ રાજકોટના આશ્રમમાં રહે છે.
આ ઘટના બની ત્યારે દીપકભાઈના પિતા પન્નાલાલ ઘરના ઉપરના રૂમમાં સૂઈ રહ્યા હતાં. એટલે તેમને નીચેના માળે પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લીધું હોવાનો અણસાર પણ આવ્યો ન હતો.
સતત રહેતી આર્થિક તંગીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો ન દેખાતા દીપકભાઈએ 31મી ડિસેમ્બરની રાત્રે એક ચોંકવનારું પગલું ભરવાનું વિચારી લીધું હતું અને તેમણે પોતે ઝેર પીને મોત વ્હાલું કરતા પહેલાં તેમની પત્ની આરતીબેન, 10 વર્ષની દીકરી કુમકુમ, પાંચ વર્ષના પુત્ર હેમલ અને તેમના 70 વર્ષની ઉંમરના માતા જયાબેન પન્નાલાલને ઝેર આપી કાયમ માટે જીવન લીલા સંકેલી લીધી હતી.
કિસાન ચોકના મોદીના વંડા વિસ્તારમાં મોર ભુવન નામના મકાનમાં રહેતા દીપકભાઈ સાકરીયા ચોળાફળી હોલસેલમાં વેચવાનું કામ કરતા હતા. તેમણે મકાન પર લોન લીધેલી હતી. આ ઉપરાંત તેમની માતા બીમાર રહેતા હોવાથી તેમની પાછળ ઘણો ખર્ચ પણ થતો હતો. જ્યારે તેની સામે આવક મર્યાદિત હતી. જેથી દીપકભાઈને સતત રૂપિયાની ખેંચ રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -