ભાવનગરઃ ખારા પાણીને કારણે જમીન થઇ રહી હતી બંજર, ખેડૂતોએ જાતે જ પાળો બાંધવાની કરી શરૂઆત
ભાવનગરઃ ભાવનગરના તળાજા નજીક મેથળા ગામે બગડ નદીમાં પાળો બાંધવા માટે સરકારને છેલ્લા 25 વર્ષથી અવારનવાર રજૂઆત કરવા છતાં કામ ના થતાં નારાજ ખેડૂતોએ જાતે જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર, દરિયાનું ખારૂ પાણી બગડ નદીમાં વહી રહ્યું હોવાના કારણે ઉપજાઉ જમીન પર પણ ખારા પાણીને કારણે બંજર બની રહી છે. જેથી ખેડૂતોએ બગડ નદીમાં પાળો બાંધવા માટે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ સરકાર તરફથી કોઇ કામગીરી હાથ ધરાઇ નહોતી.
ખેડૂતો વારંવાર પાળો બાંધવા સરકાર સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી ના કરતા 15થી 20 ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જાતમહેનથી પાળો બંધાવાની કામગીરી શરૂ કરી હતી. ગામ લોકોની માંગણી હતી કે જ્યાં સુધી સરકાર કામગીરી શરૂ નહી કરે અને સિમેંટ કંપનીની મંજૂરી કાયમી ધોરણે રદ ના થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો પાળો બાંધવાનું કામ ચાલુ રાખશે.