રબારી સમાજના યુવકોને ભુવાએ કહ્યુ: કૉન્સ્ટેબલની પરીક્ષામાં 30 માર્કનું કોરું છોડી દેજો, હું મારી તાકાતથી લખી દઈશ....
માહિતી પ્રમાણે, એક તરકટ વાણી સાથે ભુવાની વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં રબારી સમાજના યુવાનોને આ ભુવાજી કહે છે કે પરીક્ષા આપો ત્યારે 30 માર્ક્સનું પેપર કોરી મુકી દેજો, હું મારી તાકાતથી કંકુના અક્ષરે લખી દઇશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષમાં પેપર કાંડ થવાના કારણે આશરે 9 લાખ જેટલો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે. પરીક્ષાર્થીઓ હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, ત્યારે આ ભુવાની તરકટ વાણીનો વીડિયો વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ વાયરલ થયેલો વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી, પણ વીડિયો દ્વારા જાહેર મંચ પરથી ભુવો પરીક્ષાર્થીઓને ભરમાવવાનું કામ કરી રહ્યો છે. ભુવો જાહેર મંચ પરથી ધુણીને પરીક્ષામાં પાસ કરવાવવાનો પણ દાવો કરી રહ્યો છે.
મહેસાણાઃ તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં 9 હજાર લોકરક્ષક દળ માટે પરીક્ષા યોજાવામાં આવી હતી જેમાં પેપર લીક મામલો સામે આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. હવે આ મામલે પરીક્ષાર્થીઓમાં ચિંતા વ્યપી છે ત્યારે એક ભુવાનો તરકટ વાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -