Continues below advertisement

Continues below advertisement
1/4

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે.
2/4
જસદણ: આજે ગુરુવારે જસદણની પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી.
3/4
ત્યાર બાદ તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા.
4/4
આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યાં હતા. જ્યાં કુળદેવીના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ અવસર નાકિયા મતદાન કર્યું હતું.
Published at : 20 Dec 2018 08:41 AM (IST)