બર્થ-ડે: અહેમદ પટેલે માત્ર 26 વર્ષની ઉંમરે લોકસભા ચૂંટણી જીતી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2001માં તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા હતાં. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં યુપીએને જીત અપાવામાં તેમની અહમ ભૂમિકા રહી હતી. મનમોહન સિંહની સરકારમાં અનેક મહત્વના નિર્ણયોમાં પણ તેમની ચાવીરૂપ ભૂમિકા જોવાઈ મળી હતી.
1991માં નરસિંમ્હારાવની સરકાર બની ત્યારે અહેમદ પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બન્યા હતાં. 1996માં તેઓ એઆઈસીસીના ખજાનચી પણ બન્યા હતાં. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના પ્રમુખ હતા.
સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર સુધી તેઓ એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી રહ્યા હતાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તત્કાલીન પીએમ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા હતાં.
એ પછી સતત ચાર વખત ગુજરાતમાંથી ચૂંટાતા આવ્યા હતાં. અહેમદ પટેલ પડદા પાછળના રાજકારણમાં વિશ્વાસ રાખે છે. એટલે જ તેઓ ક્યારે સામે આવીને રાજકારણ નથી રમતા. 1977માં સાંસદ તરીકેની જીત બાદ 1982 સુધી તેઓ ગુજરાતમાં યુથ કોંગ્રેસની કમિટીના અધ્યક્ષ બન્યા હતાં.
1977માં માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ભરૂચની લોકસભા બેઠક જીતીને અહેમદ પટેલ તે વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની એ વખતની જીતે ઈન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓ પણ ચોંકી ગયા હતા. ત્યાર પછી 1993માં તેઓ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતાં.
અહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતાં. અહેમદ પટેલને બે સંતાઓમાં એક પુત્ર અને એક પુત્રી છે. અહેમદ પટેલે રાજકિય સફરની શરૂઆત નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી ત્યાર બાદ પંચાયતના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતાં. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાં એન્ટ્રી કરી હતી.
ભરૂચ: ગુજરાત કોંગ્રેસના સંસદ સભ્ય અહેમદ પટેલ (21 ઓગસ્ટ 1949)નો આજે 69મો જન્મ દિવસ છે. મૂળ ભરૂચના તેવા પટેલ ગુજરાત લોકસભામાંથી 3 વખત ચૂંટાઈને આવી ચૂક્યા છે અને રાજ્યસભામાં આ વખતે 5મી વખત ચૂંટાયા છે. એટલું જ નહીં તે અત્યાર સુધીના એક માત્ર મુસ્લિમ નેતા છે જેમણે સંસદ સભ્ય તરીકેનું પદ ગત 5 વખતથી સાચવી રાખ્યું છે. આ ઉપરાંત અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -