✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દલિત યુવતી પર બળાત્કાર ગુજારનાર ભાજપ નેતાના પુત્રની ધરપકડ, બે મહિના પછી હતા યુવકના લગ્ન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2016 02:45 PM (IST)
1

સુરેન્દ્રનગરઃ પાટડીની દલિત યુવતી પર ભાજપના નેતા જયંતિ પટેલના પુત્ર બિટુએ બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો હતો. લગ્નની લાલચ આપીને આરોપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને ભગાડી ગયો હતો અને મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી અમદાવાદ અને સુરતના ગેસ્ટ હાઉસમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હવે આ કેસમાં એક નવી વિગત સામે આવી છે કે, આ બિટુના બે મહિના પછી લગ્ન હતા.

2

બિટુ પોલીસ સમક્ષ હાજર થતાં તેને જબ્બે કરીને તેના કપડા અને કેટલાંક સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરીને ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી અપાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીજી તરફ પિડીતાને સુરેન્દ્રનગરમાં મેડીકલ તપાસ કરાઇ હતી. જ્યારે પોલિસ બંદોબસ્ત હેઠળ પાટડી પોલિસ મથકે લવાતા મીડીયાકર્મી અને લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

3

આ કેસનો આરોપી બિટુ ગઈ કાલે મોડી રાત્રે દસાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. જેતી તેને ધ્રાંગધ્રા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બિટુ અને આ યુવતી ભાગી ગયા પછી ભાજપ નેતા અને અન્ય અગ્રણીઓ સુરત હોટલ દોડી આવ્યા હતા અને મામલો રફે-દફે કરવા પ્રયાસ કરાયો હોવાનો પીડિત યુવતીએ વાયરલ કરેલા એક વીડિયોમાં ઘટસ્ફોટ કર્યો છે.

4

યુગલને ચોથા દિવસે સુરતથી પકડવામાં આવ્યા હતા. સુરત પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરી હતી. તેઓ તાબડતોબ સુરત દોડી પહોંચ્યા હતા. જોકે, બન્નેએ પોતાની રીતે જીંદગી જીવવાનું રટણ કરતાં પરિવારજનો પરત ફર્યા હતા. આ પછી આ યુગલ અમદાવાદ આવી ગયું હતું. જોકે, અહીંથી યુવક યુવતીને મૂકીને ચાલ્યો ગયો હતો.

5

બીજી તરફ પાટડી તાલુકાના મૂળ દેગામના અને હાલ પાટડી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પાટડી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઇ પટેલનો યુવાન પુત્ર બિટ્ટુ પાટડી તાલુકાના નવરંગપુરા ગામની 19 વર્ષની દલિત યુવતીને ભગાડી ગયો હોવાના સમાચાર આસપાસમાં ફેલાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. બંને પરિવાર અને પોલીસે તેમની શોધખોળ કરતાં તેઓ સુરતથી મળી આવ્યા હતા.

6

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભાજપ પ્રમુખ જયંતિ પટેલના પુત્ર બીટ્ટુએ પાટડીના નવરંગપુરા ગામની 19 વર્ષીય દલિત યુવતીના પ્રેમમાં પડ્યો હતો. તેમજ ગત ત્રીજી ડિસેમ્બરે આ યુવતીને ભગાડી ગયો હતો અને તેને સચાણાના મેલડી માતાના મંદિરે લઈ જઈને ત્યાં લગ્ન કર્યા હતા. બીટ્ટુએ સેંથામાં સિંદૂર પૂરી ગળામાં મંગળસૂત્ર પહેરાવી દલિત યુવતીને પત્ની તરીકે સ્વીકારી હતી.

7

અમદાવાદ અને સુરતમાં સાથે રહ્યા પછી બિટુ અચાનક યુવતીને છોડીને ચાલ્યો હતો. બિટુ છોડીને ચાલ્યો જતો યુવતી ઘરે પરત ફરી હતી અને પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બળાત્કારની ફરિયાદ થતાં સમગ્ર પાટડીમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે આજે પાટડી બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જેને પગલે આજ સવારથી જ પાટડીમાં સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • દલિત યુવતી પર બળાત્કાર ગુજારનાર ભાજપ નેતાના પુત્રની ધરપકડ, બે મહિના પછી હતા યુવકના લગ્ન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.