ગુજરાત ભાજપનાં મહિલા સાંસદની દીકરીનું માત્ર 23 વર્ષની વયે કરૂણ મોત, દિવાળીમાં ફટાકડા ફોડતાં દાઝી હતી
શિવાની મોતના સમાચાર મળતાં માડમ પરિવાર શોકગ્રસ્ત છે. પૂનમબેન દીકરીની સારવાર માટે સિંગાપોર જ હતાં. શિવાનીના પાર્થિવ દેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર નોઇડા ખાતે સોમવારે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
પૂનમબેનની પુત્રી શિવાની દિવાળીના તહેવારો વખતે ફટાકડા ફોડતી હતી ત્યારે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને દિલ્હી અને મુંબઇ ખાતે સારવાર અપાઈ હતી પણ કોઈ ફરક ના પડતાં છેવટે વધુ સારવાર માટે સિંગાપોર ખસેડાઇ હતી તેવી ચર્ચા છે. જો કે આ સારવાર પણ કારગત ના નિવડી અને શિવાની મોતને ભેટી.
અમદાવાદઃ: એક અત્યંત શોકજનક ઘટનામાં જામનગરનાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીનું આજે સિંગાપોરમાં સારવાર દરમિયાન નિધન થયું હોવાના સમાચાર છે. શિવાની માત્ર 23 વર્ષની જ હતી અને આટલી નાની વયે તેનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.