હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાનો હોવાથી ‘પાસ’નો ચહેરો કથીરિયા હોવાની કરી જાહેરાત ? જાણો વિગત
અલબત્ત હાર્દિક પટેલે આ મુદ્દે કશું કહ્યું નથી પણ હાર્દિકના બદલાયેલા વલણના કારણે આ વાતને વેગ મળ્યો છે. હાર્દિક લોકસભાની ચૂંટણીમાં લડવા માટે જરૂરી વયમર્યાદા વટાવી ચૂક્યો છે ત્યારે તે હવે લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયો હોય તેવી પૂરી શક્યતા છે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાની સાડા ત્રણ મહિનાના જેલવાસ બાદ મુક્તિ થઈ પછી તેનું સુરતમાં ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું. સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા અને લાજપોર જેલથી વરાછા સુધી ભવ્ય રોડ શો કાઢીને પાટીદારોએ તેને આવકાર્યો હતો.
હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેસાણા અથવા સૌરાષ્ટ્રની અમરેલરી બેઠક પરથી ઝંપલાવવા માગે છે. પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હતું તેવા આક્ષેપ ના થાય એ માટે તે હવે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)મા નવા નેતૃત્વને આગળ કરીને પોતે ખસી જવા માંગે છે.
આ અંગે એવી ચર્ચા ચાલી રહી છે કે, હાર્દિક હવે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) છોડીને રાજકારણમાં ઝંપલાવલા માગે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ચૂંટણીમાં ઉભો રહેવા માંગે છે તેથી તેણે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) છોડવાનું નક્કી કરી લીધું છે.
હાર્દિક પટેલની આ જાહેરાતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) પર પોતાનો અંકુશ રહે તે માટે મથતા હાર્દિકે અચાનક જ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નવા ચહેરા તરીકે અલ્પેશને કેમ આગળ કરી દીધો એ સવાલ પૂછાઈ રહ્યો છે.
કથીરિયા બહાર આવ્યો પછી એક મહત્વની ઘટના એ બની કે, પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પણ તેને સામાન્ય કાર્યકરની જેમ આવકાર્યો. એટલું જ નહીં પણ હાર્દિક પટેલે જાહેર કર્યું કે, હવે પછી પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અલ્પેશ કથીરીયા રહેશે.