બોટાદઃ કૂવો ગાળવાના આ મશીનમાં આવી જતાં યુવતીના વાળ ચામડી સાથે ઉખડી ગયા, જુઓ તસવીરો
બોટાદઃ યુવતીના અપહરણ કેસમાં ગઢડા પોલીસે પ્રેમી યોગેશ વાઘેલાની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકે પ્રેમિકાનું અપહરણ નહીં પરંતુ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ કૂવો કેવી રીતે ગળાય છે તે જોવાની જીદ કરતાં પ્રેમી તેને નીચે કૂવો ગાળવાના મશીન પાસે જોવા લઈ ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વિલાસ યોગેશને મળવા ગઈ ત્યાં કૂવામાં બોરનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે વિલાસે યોગેશને અંદર જોવા જવાનું કહ્યું હતું. આથી બંને કૂવામાં બોર જોવા માટે ઉતર્યા હતા. દરમિયાન વિલાસના વાળ મશીનમાં આવી ગયા હતા. જેને કાઢવા જતાં વિલાસનો એક કાન અને હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. તેમજ માથાના વાળ પણ ચામડી સહિત નીકળી ગયા હતા.
વિલાસની માતાએ ગઈ કાલે વિલાસના એકાઉન્ટમાંથી એક લાખ ઉપાડી લેનાર વ્યક્તિ સામે પણ શંકા વ્યક્ત કરી હતી. આ શખ્સે પોલીસ ફરિયાદ થતાં 49 હજાર રૂપિયા પરત આપી દીધા હતા અને અન્ય રૂપિયા પણ પરત આપી દેવાનું જણાવ્યું હતું.
ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં વિલાસની માતાએ જણાવ્યું હતું કે, તેમને એક યુવકનો ફોન આવ્યો હતો કે, તમારી દીકરીને અકસ્માત થયો છે, તમે દવાખાને આવો. આથી હું અને મારો દીકરો દવાખાને ગયા. એટલું જ નહીં, પોલીસે દીકરીને ધમકાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમના દીકરા પર પણ પોલીસે શંકા કરી હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના બનતાં તેને પહેલા બોટાદ અને પછી ભાવનગરની હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે, તેની હાલત વધારે ગંભીર હોવાથી તેને અમદાવાદ રિફર કરતાં 21મી રાતે નવ વાગ્યે તેને વી.એસ. હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેને મોડી રાત્રે સારવાર આપવામાં આવી હતી.
પોલીસે શકમંદની પૂછપરછ કરતાં તેનું નામ યોગેશ વાઘેલા હોવાનું જણાવ્યું હતું, તેમજ વિલાસ સાથે પ્રેમસંબંધ હોવાનું પણ કબૂલ્યું હતું. એટલું જ નહીં, વિલાસનું અપહરણ નહીં, પરંતુ અકસ્માત હોવાનું પણ પોલીસને તેણે જણાવ્યું હતું. જોકે. વિલાસની માતાનો આક્ષેપ છે કે, ગઢડા પોલીસ તેમના પર દબાણ લાવી રહી છે.
જોકે, વિલાસે પોતાનું પ્રેમપ્રકરણ છૂપાવવા માટે અપહરણની વાતનું રટણ ચાલું રાખ્યું હતું અને તેના પર હુમલો કરી તેને બોટાદ-ભાવનગર હાઈ-વે પર ફેંકીને ચાલ્યા ગયાનું જણાવ્યું હતું. બીજી તરફ ગઢડા પોલીસે આ પ્રકરણમાં તપાસ કરતાં એક શકમંદની ધરપકડ કરતી પૂછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
એબીપી અસ્મિતા જ્યાં યુવતીની આ હાલત થઈ હતી, તે ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું. યુવતીએ કૂવો ખોદવાનું કામ કેવી રીતે થાય છે, તે જોવા જીદ કરતાં યોગેશ તેને અહીં લઈ આવ્યો હતો અને યુવતી આ મશીન પાસે આવતાં અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -