મહેસાણા હાઈ-વે પર લક્ઝરી પલ્ટી ખાતા એકનું મોતઃ 30 ઘાયલ, પાંચની હાલત ગંભીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી પ્રમાણે RJ-22 PA 0660 નબ્રિયા ટ્રાવેલ્સની બસ મોઢેરા ચોકડી પાસે આવેલા નૂગર બાયબાસ હાઈ-વે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મહેસાણાઃ નૂગર બાયપાસ હાઈ-વે પર આજે પ્રાઇવેટ લક્ઝરી બસ અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે, જ્યારે લક્ઝરીમાં સવાર 30 જેટલા લોકોને ઇજા થતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાથી અત્યારે તેમને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને બાઇક ચાલકનું પણ મોત થયું છે.
આ અકસ્માતમાં લક્ઝરી પલ્ટી મારી જતાં 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. અત્યારે આ લક્ઝરીને ક્રેનની મદદથી સીધી કરવામાં આવી છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -