✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાબરકાંઠાના વડાલીમાં પટેલ-ચેનવા વચ્ચે જૂથ અથડામણ, પાઇપો-ધોકા ઉછળ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2018 09:56 AM (IST)
1

2

વેટલા ગામમાં ગૌચરની જમીનમાં રામદેવપીરના મંદિરનું અનધિકૃત બાંધકામ થતુ હોવા અંગે આ મામલે ભજપુરા સરપંચે પ્રાંત અધિકારી ઇડર સમક્ષ રજૂઆત કરી હતી કે, પંચાયતે નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખ્યુ છે. જેને પગલે એસડીએમ ઇડરે ગત તા. 08 નવેમ્બરના રોજ ગૌચરની જમીનમાં અનધિકૃત બાંધકામ ન કરવા અને યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.

3

ઘટનાને પગલે વડાલી પીએસઆઇ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને પગલે કલેક્ટર, ડીએસપી અને ડીડીઓ વેટલા ગામે દોડી આવ્યા હતા અને પરીસ્થિતિનો તાગ મેળવી બંને સમાજમાં પ્રવર્તી રહેલ વિવાદને થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા.

4

નોંધનીય છે કે, વેટલા ગામમાં વર્ષો પહેલા પટેલો દ્વારા રાધાકૃષ્ણ મંદિર બનાવાયુ હતું. આ મંદિરની બાજુમાં ચેનવા સમાજના લોકોએ રામદેવપીરનું મંદિર બનાવવા કામ શરૂ કર્યું ત્યારબાદ વિવાદ શરૂ થયો હતો. બાદમાં મંગળવારે સવારે 11 વાગે પટેલો દ્વારા મંદિરનુ ધાબુ હટાવવાનો પ્રયાસ કરતા ચેનવા સમાજના લોકોએ એકઠા થઇ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો શરૂ કર્યા હતો.

5

છેલ્લા કેટલાક સમયથી વેટલા ગામમાં ચાલી રહેલા મંદિર વિવાદને લઇને પટેલ અને ચેનવા સમાજના લોકો સામસામે આવી ગયા હતા. બન્નએ જૂથો સામસામે પથ્થરમારો, લાકડીઓ, પાઇપો અને ધોકા હુમલો કરતા 26 લોકોને ઇજા થઇ હતી જેમાં 9 મહિલાઓ પણ સામેલ હતી. જેમાં 6 લોકોને ગંભીર ઇજા થતા સારવર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.

6

વડાલીઃ સાબરકાંઠાના વડાલીના વેટલા ગામે ગઇકાલે મંદિર બનાવવા બાબતે પટેલ અને ચેનવા સમાજ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી જેમાં પાઇપો, ધોકા અને ધારિયા સહિતાના હથિયારો વડે એકબીજા પર સામસામે હુમલો કરતાં 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા જિલ્લા કલેક્ટર, એસ.પી.અને ડીડીઓએ વેટલા ગામે પહોંચી મામલે થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • સાબરકાંઠાના વડાલીમાં પટેલ-ચેનવા વચ્ચે જૂથ અથડામણ, પાઇપો-ધોકા ઉછળ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.