હાર્દિક પટેલે બ્રાહ્મણોની માંગી માફી, જાણો શું કરી હતી કોમેન્ટ?
પલંગમાં યુવતી સાથે બેઠેલા હાર્દિકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એ ટિપ્પણી સંભળાઈ હી છે. અભિષેક શુક્લાએ આ વીડિયોની સીડી પણ અરજી સાથે પોલીસને આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે ચાંદખેડા પાર્શ્વનાથ મેટ્રો સીટીમાં રહેતા અભિષેક શુક્લાએ વકીલ મારફતે અરજી કરી હતી. પાસના કન્વીનર હાર્દિક પટેલ તેના બે મિત્રો વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સમાજની પુરુષ અને મહિલાઓના ચારિત્ર્ય અંગે અભદ્ર ટીપ્પણી કરી સમાજનું અપમાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિકના કથિત સેક્સ વીડિયો ફરતા થયા હતા જેમાંના એક વીડિયોમાં બ્રહ્મ સમાજના પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે હાર્દિક વિરૂદ્ધ સમાજના લોકોએ ફરિયાદ કરી હતી.
અભિષેક શુકલા (રહે. ચાંદખેડા)એ હાર્દિક પટેલ અને તેના બે સાથીદારો સામે પગલાં લેવાની માંગણી કરતી અરજીમાં જણાવ્યું છે કે તેમના એક મિત્ર થકી તેમની પાસે આવેલી એક વીડિયો સીડીમાં હાર્દિક પટેલ તેના મિત્રો અને એક મહિલા એક રૂમમાં બેઠેલા જણાય છે અને તેમની વાતચીતમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે અભદ્ર ટિપ્પણી કરતા જણાય છે.
બાદમાં ચાંદખેડા પોલીસે તેમની અરજી લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે હાર્દિક પટેલે માંફી માંગતો એક વિડિયો વાયરલ કર્યો છે. જેમાં તે બ્રાહ્મણ સમાજની મહિલા અને બહેન દિકરી વિશે જે કાંઇ પણ બોલ્યો છે તે મુદ્દે માફી માગે છે.
અમદાવાદઃ હાર્દિક પટેલે એક વીડિયોમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવા બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિઘિમંડળ મંગળવારે શહેર ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવ્યું હતું જો કે ક્રાઈમ બ્રાંચે તેમની ફરિયાદ નહીં લઈ ચાંદખેડા પોલીસનો સંપર્ક સાઘવાનું કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -