છોટાઉદેપુરઃ યુવકને મોટી ઉંમરની યુવતી સાથે બંધાયા સંબંધ, પતિને પડી ખબર ને પછી શું આવ્યો અંજામ?
પોતાની પત્ની સાથેના રેસીંગના સંબંધોથી કંટાળી અંતે આરોપીએ ત્રણ દિવસ અગાઉ રેસીંગને એકાંત જગ્યાએ મળવા બોલાવી તિક્ષ્ણ હથિયારથી રેસીંગનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવમાં આરોપીને તેના કૌટુંબિક ભાઈએ પણ મદદ કરી હતી. હાલ તો પોલીસે આરોપીને પકડી પાડી અન્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુર તાલુકાના ડોલરીયા ગામ પાસેના સુકેટ કોતરમાંથી ગઇકાલે યુવાનનું ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ કરતાં મૃતક યુવકનું નામ રેસીંગભાઈ કેશવલાલ ધાણુક (ઉ.વ.20) હોવાનું જાણવા મળ્યું હતું. યુવક ઉગકમણી ફળિયામાં ડોલરીયા ખાતે રહેતો હતો.
રેસીંગને પરણીત યુવતી સાથે અનૈતિક સંબંધ હતા. ગત દિવાળીએ રેસીંગ યુવતી સાથે મોરબી ભાગી ગયો હતો. જેથી યુવતીના પતિ તેરીયા રાઠવાએ જ પ્રેમીની હત્યા કરી નાંખી હોવાની પોલીસને શંકા ઉપજી હતી. પોલીસે તાત્કાલીક તેના ઘરે તપાસ કરતા પરણીતાનો પતિ ઘરેથી ફરાર હતો. જેથી પોલીસની શંકા પ્રબળ બની હતી.
છોટાઉદેપુરઃ ડોલરીયા ગામ પાસે સુકેટ કોતરમાં લગ્નેત્તર સંબંધમાં યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. યુવકને પરણીત યુવતી સાથે સંબંધ હતા. જેની જાણ તેના પતિને થઈ જતાં તેણે યુવકની હત્યા કરી નાંખી હતી. હાલ, પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીની શોધખોળ આદરી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા સમગ્ર વિગત બહાર આવી હતી અને પરણીતાના પતિએ જ રેસિંગની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી. રેસીંગ અને પરણીત પ્રેમિકાને સમાજે છૂટા પડ્યા હતા. જોકે, રેસીંગે પ્રેમિકા સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. જેને લઇને રેસીંગ અને પરિણીતાના પતિ વચ્ચે તકરાર થતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -