સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પર CM રૂપાણીએ અધિકારીઓ સાથે કરી સમિક્ષા બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એરફોર્સને સ્ટેન્ડ ટૂ ના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂર પડ્યે તેની મદદ લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 7 જિલ્લામાં પૂરની સ્થિતિ છે, પણ હાલ એરિયલ સર્વેની જરૂર નથી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું, કોઈપણ પ્રકારની ગંભીર ઘટના બની નથી હાલ પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.
અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદે સર્જેલી આ તારાજીને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -