જામનગરઃ યુવતીએ લગ્ન પછી પણ પ્રેમી સાથે ચાલું રાખ્યા સંબંધ, એકબીજા વગર રહી ન શકતા શું કર્યું?
આથી મીના અને દેવાણંદે નટવરલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. બનાવની આગલી રાત્રે પ્રેમી દેવાણંદ પ્રેમિકા મીના ઘરે આવી ગયો હતો અને રાત ત્યાં જ રોકાયો હતો. પતિ નવરલાલ સૂઈ જતાં જ બંનેએ મળીને નવરલાલની સળીયાના ઉપરા-ઉપરી આઠ ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
લગ્ન પછી પણ બંનેના અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા. યુવતી જ્યારે પિયર આવતાં ત્યારે પ્રેમીને મળતી હતી અને તેમના સંબંધો ચાલુ રહેતા હતા. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થયા હતા. પરંતુ બંનેના લગ્નમાં પતિ નટવરલાલ આડખીલીરૂપ હતો.
જામનગરઃ યુવતીએ પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગત 14મી જુલાઇના રોજ લગ્ન પછી પ્રેમી વગર ન રહી શકતાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે હાલ બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર-૨માં રહેતા નટવરલાલ હરજીભાઇ થાનકી (ઉ.વ.48)ના ભાણવડ તાલુકાના કલ્યાણપુરની મંજુલા ઉર્ફે મીના સાથે લગ્ન થયા હતા. મીનાને લગ્ન પહેલાથી જ ગામના જ દેવાણંદ આહીર સાથે પ્રેમસંબંધ હતા.
સિટી સી ડિવીઝન પોલીસ મથકમાં પત્ની મીના અને પ્રેમી દેવાણંદ સામે આઇપીસી કલમ 302, 102 બી તેમજ જીપી એકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પત્ની મીના અને તેણીના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે અને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા પછી પત્ની મીનાએ પતિનું મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. નટવરલાલની હત્યાના કેસમાં પત્ની મીના અને તેના પ્રેમી દેવાણંદ અરજણ આહીરની ધરપકડ કરવામાં આવી છે.