✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોડાસાઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', એક તરફી પ્રેમમાં યુવકે કોલેજિયન ગર્લની કઈ રીતે કરી હત્યા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2016 10:32 AM (IST)
1

મોડાસાઃ રાજેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજિયન ગર્લની એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક-દોઢ વર્ષથી સગીરાના પ્રેમમાં પાગલ યુવકે તેના ઘરે જઈને દુપટ્ટાથી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. આ અંગે સગીરાના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2

મુડેટીના સ્ટેટ રીઝર્વ પોલીસ દળમાં ફરજ બજાવતા લાલસિંહ ચૌહાણની પુત્રી ગૌરી રાજેન્દ્દનગરની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી તે હિમતપુર(ગઢા) ગામે દાદા જવાનસિંહ ચૌહાણની સાથે જ રહેતી હતી. આ અંગે ગૌરીના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ભાવેશ ગૌરીને એક વર્ષથી હેરાન કરતો હતો. ભાવેશને આ અંગે બે-ત્રણવાર ઠપકો કર્યો હતો. ગૌરીની સગાઇ માવાપુર કરાતા ભાવેશ રોષે ભરાયો હતો અને સંબંધ તોડી નાખવા અવાર-નવાર ગૌરીને જણાવતો હતો. આથી દાદા જવાનસિંહે ભાવેશને ઠપકો પણ આપ્યો હતો. આ પછી ભાવેશે મંગળવારે ઘરમાં ઘૂસી ગૌરીની હત્યા કરી નાંખી હતી. ગૌરીએબુમાબુમ કરતા ભાવેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ પછી ગૌરીને મોડાસાની સાર્વજનિકમાં ખસેડતા રસ્તામાં જ તેનું મોત થયું હતું.

3

આ અંગે મળતી માહિતી પ્રમાણે મોડાસાના હિમતપુર (ગઢા) ગામે દાદાની સાથે રહીને રાજેન્દ્દનગરની કોલેજમાં અભ્યાસ કરતી ગૌરી ચૌહાણની સગાઈ થતાં તેની પાછળ એક તરફી પ્રેમમાં પાગલ ભાવેશ પરમાર ઉશ્કેરાઇ ગયો હતો. ત્યારે મંગળવારે વહેલી સવારે ગૌરીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ખાટલામાં સૂતેલી ગૌરીને તેના જ દુપટ્ટાથી ગળાટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. આ અંગે સગીરાના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે ઘમકી આપતા કહ્યું હતું કે, તે મારી નહી થાય તો કોઇની નહી થવા દઉં.

  • હોમ
  • ગુજરાત
  • મોડાસાઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', એક તરફી પ્રેમમાં યુવકે કોલેજિયન ગર્લની કઈ રીતે કરી હત્યા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.