વાઘાણીનો વિરોધ કરનારા પાસના બે યુવાનો સામે સોનાની ચેન લૂંટવાનો કેસ, જાણો કોણે કર્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Sep 2016 01:10 PM (IST)
1
રાયસિંહે ફરિયાદ નોંધાવી છે કે પોતે ના પાતાં ઉશ્કેરાયેલા બંને યુવાનોએ પોતાને ગાળો આપી હતી અને રાયસિંહ સાથે ઝપાઝપી કરી હતી. ઝપાઝપી દરમિયાન બંનેએ રાયસિંહની સોનાની ચેન તોડી લૂંટી લીધી હતી તેવી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
2
ભાવનગરઃ ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સન્માન સમારોહમાં વિરોધ કરનારા પાસના બે યુવાનો સામે ભાવનગરના એક યુવાને પોતાની સોનાની ચેઈન લૂંટી લીધાની ફરિયાદ નોંધાવી છે. વિરોધ દરમિયાન થયેલી ઝપાઝપી વખતે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે.
3
ભાવનગરમાં લો કોલેજના ગ્રાઉન્ડમાં જીતુ વાઘાણીના સન્માન સમારોહ દરમિયાન નારી ગામના કેયુર મોરડીયા અને અંકીત ભીસરા નામના બે યુવાનોએ પ્રદેશ પ્રમુખ અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. એ વખતે કાળિયાબીડમાં રહેતા રાયસિંહ ચાવડા નામના યુવાને તેમને ના પાડી હતી.