ભાવનગરમાં PAASના કાર્યકરને ઇજા થતાં હાર્દિક પટેલે વાઘાણીને શું આપી ચિમકી? જાણો
હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કે, 'આજે ભાવનગરમાં લોકશાહી ઢબે વિરોધ કરતા પાટીદાર યુવાનો પર અમાનવીય અત્યાચાર કરાયો. જીતુ વાઘાણી માપે રહે. પાટીદાર પર અત્યાચાર કરીને પોતાની મર્દાનગી ના બતાવે.પાટીદારો જાગો તાકાત બતાવો. બહાર નીકળો અને પાટીદાર યુવા પર થયેલા અત્યાચાર માટે અવાજ ઉઠાવી ને આપણી એકત ની તાકાત શું છે, એ બતાવો. તમામ કન્વીનરો ભાવનગર પહોંચો અને ઈજાગ્રસ્ત પાટીદાર ભાઈ માટે સારવાર માટે બનતા તમામ પ્રયાસો કરો. જાગ એ પાટીદાર જાગ. તારો ભાઈ અત્યાચાર સહન કરે તો માનું ધાવણ લાજે. ભાવનગર બંધના એલાનમાં સહયોગ આપો. પાટીદાર પ્રભાવિત વિસ્તાર બંદ રાખો. -હાર્દિક પટેલ.
ભાવનગરઃ ભાવનગરમાં ગઈ કાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના સન્માન કાર્યક્રમ દરમિયાન વિરોધ કરનાર પાસના કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન તેને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઇજા થયા પછી હાર્દિક પટેલે પોતાના ફેસબૂક પેજ પર એક મેસેજ મુક્યો છે અને તેમાં પાટીદારોને હાંકલ કરી છે અને જીતુ વાઘાણીને યુવક ઇજા થતાં ચિમકી આપી છે. આગળ વાંચોઃ હાર્દિક પટેલે શું આપી છે ચિમકી?