ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2018 09:13 PM (IST)
1
અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આજે ગુજરાતના 8 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરના સ્થાને પંકજસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.
2
આ ઉપરાંત સિદ્ધાર્થ દેસાઇની નવસારી જિલ્લા પ્રમુખ, સુરત જિલ્લા પ્રમુખ તરીકે જગદીશ પટેલ, જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે નટવરલાલ આર પોંકિયા અને પાટણ જિલ્લા પ્રમુખ તરીકે બાબુજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.
3
AICC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે પંકજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે દિનશ ગઢવી, સુરત શહેરના જિલ્લા પ્રમુખ તરીકે બાબુભાઈ રાયકા, વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશ પટેલની વરણી કરવામાં આવી હતી.