ભાજપના ક્યા ટોચના નેતા અને રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાનની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારાઈ?
હવે આ ચુંટણી પરિણામને લઈને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ રાઠોડની અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા સીટ પરથી ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને કુલ ૭૧,૫૩૦ મત મળ્યા હતા. જ્યારે તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને ૭૧,૨૦૩ મત મળ્યા હતા.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી જીત્યા હતા. હવે તેમની આ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. ધોળકા વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસનો કોંગ્રેસના તેમના હરીફ ઉમેદવાર અરવિંદ રાઠોડ સામે ૩૨૭ મતથી વિજય થયો હતો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પરિઆમ જાહેર થયે 25 દિવસનો સમય થઈ ગયો છે. જોકે ચૂંટણીના પરિણામને લઈને અનેક વિવાદો ઉભા થયા હતા જે હજુ પણ સમવાના નામ નથી લઈ રહ્યા. આ વિવાદમાં નવું નામ ઉમેરાયું છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -