જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.
માહિતી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના જ ગામ આસલપુરે સાથ આપ્યો નહીં. આસલપુર ગામમાંથી નાકિયાને 514 મત મળ્યા છે જ્યારે બાવળિયાને 764 મત મળ્યા છે. આથી ગામમાં જ નાકિયાનું વર્ચસ્વ ન હોય તેવું સાબિત થઇ રહ્યું છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જસદણ-વિછીંયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવાર કુંવરજી બાવળિયાની 19 હજારથી પણ વધુ મતોથી જીત થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -