મતદાન બાદ PM મોદીએ કરેલા રોડ શો મામલે કોંગ્રેસની ફરિયાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે બીજીબાજુ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મતદાન કર્યા બાદ ભાજપને મત આપવા અંગે કરેલા નિવેદનને પણ આચાર સંહિતા ભંગ ગણાવ્યો હતો.
મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે તાપસ કરવાના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત પણ કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓને લઈને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે, જેમાં ઘાટલોડિયામાં ઉદગમ સ્કૂલ પાસે ભારતીય જનતા પાર્ટીનું ટેબલ 100 મીટરના દાયરામાં હોવાનો કર્યો આક્ષેપ કરીને પણ ફરિયાદ કરી હતી.
અમદાવાદઃ પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન બાદ કરેલા રોડશૉ મામેલ કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે મુખ્ય ચંટણી અધિકારીને આચાર સંહિતા ભંગ થઇ હોવાની ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ સાબરમતી મતવિસ્તારના રાણીપની નિશાન હાઇસ્કૂલમાં મતદાન કર્યું હતું ત્યારબાદ રોડશૉ કરતાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -