ભાજપ-કોંગ્રેસના નેતાઓએ કર્યું મતદાન, જીતની આશા વ્યક્ત કરી
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મહેસાણાના કડીમાંથી મતદાન કર્યું હતું, તેમની ફાઇટ કોંગ્રેસના નેતા જીવાભાઇ પટેલ સામે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ગામ વિરમગામ ખાતે મતદાન કર્યું હતું.
કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ અમદાવાદના વેજલપુર મતવિસ્તારમાં મત આપ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના નારણપુરા મતવિસ્તારમાંથી મત આપ્યો હતો.
શંકરસિંહ વાઘેલાએ પોતાના ગામ વાસણમાંથી વહેલી સવારે મત આપ્યો હતો. શંકરસિંહ જનવિકલ્પ પાર્ટીના સુપ્રીમો છે.
અમદાવાદઃ સવારે 8 વાગ્યાથી ગુજરાતની 93 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારો પોતાનો મિજાજ બતાવી રહ્યાં છે. ત્યારે પોતપોતાના મતવિસ્તારોમાં ગુજરાતના અગ્રણી રાજનેતાઓ પણ મતદાન બૂથ સુધી પહોંચી રહ્યાં છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલના માતા ઉષાબેન પટેલે પણ વિરમગામ ખાતેથી મતદાન કર્યુ હતું.
પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતા ભરત પટલે વિરમગામમાંથી મતદાન કર્યું હતું.
પીએમ મોદીના માતા હીરાબાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, ગાંધીનગરથી મતદાન કર્યું હતું.
ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયા મતવિસ્તારમાંથી મતદાન કર્યું, સાથે જંગી જીતની આશા પણ વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -