ગુજરાતમાં ક્યા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખને ટિકિટના બદલામાં રૂપિયા લેવાના આક્ષેપ બદલ તગેડી મૂકાયા? જાણો વિગત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણને દૂર કર્યા છે અને તેમના સ્થાને તાત્કાલિક રીતે દિનેશ ગઢવીને કાર્યકારી પ્રમુખ પણ નિમી દીધા છે. ઉપપ્રમુખ તરીકે યાસીનભાઈ બંગલાવાવાની નિમણૂક કરાઈ છે.
બનાસકાંઠામાં થોડાક દિવસોમાં જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ઝાકીર ચૌહાણે તાલુકા પંચાયતની ટિકીટ આપવા માટે 25 હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ થયો હતો ને પછી આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
ઝાકીર ચૌહાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. વડગામ તાલુકા પંચાયત બેઠકની ટિકિટ આપવાની શરતે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ તેમના પ છે. કોંગ્રેસે પ્રમુખે 25 હજાર રૂપિયા લઇને ટિકિટ નહી ફાળવવાનો આક્ષેપ છે.
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે થયેલ ઘમાસણ યથાવત્ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ સામે છેતરપિંડીની ફરિયાઇ નોંધાઇ છે. વણસોલના ફતા કરેણે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ટિકિટ નહીં ફાળવીને લીધેલા રૂપિયા પરત ન કરતા મામલો બિચકાયો હતો. ફતા કરેણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સંગઠનના આગેવાન છે. અગાઉ ફતાભાઇ કરેણ અને ઝાકિરૂ ચૌહાણના સંવાદની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી.
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસે હમણા સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું છે. એક તરફ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 50 જેટલા કાર્યકરોને નોટિસો ફટકારાઈ છે ત્યારે બીજી તરફ એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તગેડી મૂક્યા છે. આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ટિકિટ માટે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ થયો હતો.