અમદાવાદ: અશોક ગેહલોતે ભરતસિંહને ક્યા મુદ્દે ખખડાવ્યા? ભરતસિંહે શું કરવું પડ્યું?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
રાષ્ટ્રીય પ્રમુખના આદેશ છતાં પણ પક્ષવિરોધી સામે કાર્યવાહી ન કરતાં હાઈકમાન્ડ નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારીના ઠપકા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પક્ષવિરોધીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું છે.
47 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી પાંચ જ દિવસમાં ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 20 લોકોએ જ ખુલાસો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ઘણાં પક્ષ વિરોધીઓને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે જેના કારણે ભરત સોલંકી સામે પણ સલાવો ઉઠી રહ્યા છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યો છે કે પક્ષવિરોધીઓને ખુલાસો કરવો પડશે અને આ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરા પણ બચાવવાના મૂડમાં નથી. હાઈકમાન્ડે આદેશ આપ્યો છતાં પણ ગુજરાત પ્રેદશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ થોડી પણ કકડાઈ દાખવી નહોતી. જેના કારણે અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં.
47 પક્ષવિરોધીઓને શિસ્તભંગની નોટિસો આપવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં. પ્રભારીએ ખખડાવતાં ગુજરાત કોંગ્રેસે વધુ 14 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી છે. જ્યારે થોડા દિવસ પહેલા જ સુરતના કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -