સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાનું પાણી ના મળે તો કોંગ્રેસના ક્યા ચાર ધારાસભ્યો લેશે જળસમાધિ?
ત્યારે લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલ પોતાના મત વિસ્તાર સહિત જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણી આપવા સાથે પાક વીમાની રકમ આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં જો રવિવાર સુધી ખેડૂતોને પાણી નહીં મળે તો કોંગ્રેસના ચારેય ધારાસભ્ય જેમાં સોમાભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, ઋત્વિક મકવાણા, પરસોતમ સાબરીયા સોમવારે જળસમાધી લેવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો ફેલાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે અને પાકને બચાવવા માટે પાણીની જરૂર છે. તેવા સમયે ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તે ખૂબ જરૂરી છે. નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે. પરંતુ ખેડૂતોને પાણી લેવા પર પ્રતિબંધ મૂકીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
તાજેતરમાં જ સરકાર દ્ધારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે પરંતુ પાણી લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી કે રવિવાર સુધીમાં ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો તેઓ જળસમાધી લેશે. બીજી તરફ ભાજપે કોગ્રેસનો આ સ્ટંન્ટ ગણાવ્યો હતો અને કહ્યુ હતું કે સરકારે ખેડૂતોની ચિંતા કરી છે અને કેનાલોમાં પાણી છોડ્યું છે. હાલમાં પીવાના પાણીને મહત્વ આપવું જોઇએ બાકી કોંગ્રેસના નેતાઓ પ્રજાને ખોટી રીતે ભરમાવી રાજકીય સ્ટંટ કરે છે
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને નર્મદાનું પાણી નહી આપવામાં આવે તો કોગ્રેસના ચાર ધારાસભ્યોએ જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. એક તરફ ભાજપ દ્ધારા જાહેરાત કરવામાં આવે છે કે નર્મદાનું પાણી સૌથી વધુ સુરેન્દ્રનગરના ખેડૂતોને આપવામાં આવે છે ત્યારે હાલમાં ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની ખાસ જરૂર હોવાનું કહેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -