કોંગ્રેસે ક્યા IAS, બે IPS અધિકારીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવા કરી રજૂઆત ? શું આપ્યાં કારણ ?
કોગ્રેસે વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ કરાયેલા પ્રમોટેડ-આઈએએસ ઓફિસર એવા સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, જૂનાગઢ-પોરબંદરના આઈજીપી રાજકુમાર પાંડિયન અને વડોદરાના રેન્જ આઈજીપી અભય ચુડાસમાને દૂર કરવા માંગણી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી દીપક બાબરિયા, મો.ઈકબાલ શેખ (એડવોકેટ) અને લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીની સહીથી ગુજરાતના મુખ્ય ચૂંટણી ઓફિસર બી.બી.સ્વૈનને એક પત્ર લખ્યો છે.
તે સિવાય કોગ્રેસે લખ્યું હતું કે, જૂનાગઢ-પોરબંદરના રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતાં આઈપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયન સોહરાબુદ્દીનના ફેક એન્કાઉન્ટર કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યાં છે તેઓ પોરબંદરના એસપી પણ હતા. તેવી જ રીતે વડોદરાના રેન્જ આઈજી આઈપીએસ ઓફિસર અભય ચુડાસમા પણ ફેક એન્કાઉન્ટર કેસમાં હતા. તેઓ પણ આ કેસમાં કારાવાસ ભોગવી ચૂકેલા છે. તેઓ પણ વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે. તેમની પણ બદલી કરવામાં આવે. કોગ્રેસે કહ્યું કે, અગાઉ પણ આ અંગે ધ્યાન દોરવામાં આવી હતી.
પત્રમાં કોગ્રેસે નોંધ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં એક અધિકારી તરીકે સુરતના ડીએમ મહેન્દ્ર પટેલની ભૂમિકા શંકાસ્પદ છે. તેમણે તેમના ફેસબુકના પેજ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે અંગત કોમેન્ટ પણ કરેલી છે. તેઓ સીધેસીધા ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ ઊંઝા માટેના ભાજપના સંભવિત ઉમેદવાર પણ હતા એટલે તેમને વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરવા યોગ્ય નથી.
ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે. કોગ્રેસે ચૂંટણી પક્ષ સમક્ષ એક આઇએએસ અને બે આઇપીએસને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવવાની માંગણી કરતો પત્ર લખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -