વિધાનસભાની ચૂંટણી જીતશે તો કોંગ્રેસના ક્યા નેતા મુખ્યમંત્રી બનશે? હાર્દિક પટેલે શું કરી જાહેરાત? જાણો વિગતે
અમરેલીમાં હાર્દિક પટેલે કરેલા આ નિવેદન પર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને પૂછવામાં આવ્યું હતું તેમણે હાર્દિક પટેલના નિવેદન પર કંઈ પણ બોલ્યા વગર નો કોમેન્ટ નો જવાબ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે રાજ્ય સરકાર હવે ખેડૂતના પુત્રને મુખ્યમંત્રી બનાવવાનો જનાધાર અમરેલીની જનતા પાસેથઈ માંગવામાં આવ્યો હતો. જોકે આ બાબતે ભરતસિંહ સોલંકીને કોઈ પણ જાતનો વાંધો નથી તેના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ના ના ભરતસિંહ સોલંકીને કોઈ વાધો નથી.
અમરેલીમાં પાટીદાર સમાજની અનામત અંગે અને ખેડૂતોને પડતી તકલીફો અંગે પાસ દ્વારા જાહેર સભાનું આયોજન કર્યું હતું. જેમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે અમરેલી જિલ્લો રાજકારણનું એપી સેન્ટર છે સરકારમાં દરેક વખતે અમરેલીના કૃષિમંત્રી હોય છે. પરંતુ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
હાર્દિક પટેલના આ નિવેદનથી સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ હાર્દિક પટેલના નિવેદન પર કોઈ પણ જાતની કોમેન્ટ કરી નહોતી અને જવાબ આપવાનું ટાળ્યું હતું.
ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આપણે બધાં છેલ્લા 25 વર્ષોથી મુર્ખ અને નપુંસક જેવા ધારાસભ્યો બેસાડી રાખ્યા હોવાનું હાર્દિક પટેલે જાહેર સભા સભામાં નિવેદન કર્યું હતું. આ સભામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતાં.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે પાસના નેતા હાર્દિક પટેલે અમરેલીમાં અનામત અને ખેડૂતોને પડતી તકલીફો વિશે એક જાહેર સભા સંબોધી હતી જ્યાં એક નિવેદન કર્યું હતું. જેમાં હાર્દિક પેટેલ કહ્યું હતું કે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્યના ઉમેદવાર નહીં પરંતુ મુખ્યમંત્રીના ઉમેદવાર છે. ખેડૂતના પુત્રને મુખ્યમંત્રી બનાવવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -